Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 476
________________ ૪૬૭ not only trains the mind, but keeps the good thought constantly before you. અર્થાત–“જો તમે ધ્યાન કરવાનું પસંદ કરે, તો ધ્યાનના વ્યાયામ માટે જેમ કેથેલીક ખ્રીસ્તી ધર્મગુરૂઓ કહે છે તેમ કોઈ નૈતિક ગુણને ગ્રહણ કરી શકે. જો તમે એવો કોઈ ગુણ ચિત્તમાં ધારો તો તે જ ગુણ વિષે પુનઃ પુનઃ વિચાર કર્યા કરે, દેવાંશી મનુષ્યએ તેને કેવી રીતે એક મહત્ત્વનો ગુણ લેખે છે તેનું નિરીક્ષણ કરે, તમારી આસપાસ પ્રસરેલી કુદરતમાં એ ગુણ કેવી રીતે દર્શન દઈ રહ્યો છે તેનો વિચાર કરે, પ્રાચીન સમયના મહાન પુરૂષો એ ગુણને કેવી રીતે બતાવી રહ્યા હતા તેનું સ્મરણ કરે અને ભૂતકાળમાં તમે તે ગુણનું દર્શન કરાવવાને કેમ નિષ્ફળ નીવડ્યા છો તેનુંએ આત્મનિરીક્ષણ કરે. ઉંચા નૈતિક ગુણ ઉપર આવું ધ્યાન ઘણી રીતે ધ્યાનના સારા વ્યાયામ રૂપ બને છે, કારણકે તેથી મગજ કેળવાય છે એટલું જ નહિ, પણ તમારી સમક્ષ નિરંતર એક ઉચેઉમદા વિચાર રહ્યા કરે છે.” આ નિર્ગુણ ધ્યાનનો કિંવા ધર્મધ્યાનને જ એક પ્રકાર છે. તેમાં જે આલંબન છે, તે પ્રકારનાં આલંબને ધર્મ ધ્યાનમાં પણ હોઈ શકે છે એમ જૈન શાસ્ત્ર કહે છે. જૈન શાસ્ત્રમાં ધ્યાનના ચિંતન વિષયને અનુસરીને ધર્મ ધ્યાનના ચાર ભેદ પાડ્યા છે અને એ ભેદની વ્યાખ્યાઓ ઉપરના બેઉ કોમાં આપેલી છે. ઉવવાઈ સૂત્રમાં ધમ ધ્યાનના જે ચાર ભેદ માખવિન, અવવિગg, વિવાવિનg અને સંદવિનg કહેલા છે, તે ચાર ભેદ નીચે મુજબ છે : (૧) શ્રી તીર્થકર ભગવાને આત્માના ઉદ્ધાર માટે શી શી આજ્ઞાએ કરી છે, પોતે ધર્મનું પાલન કેવી રીતે કર્યું હતું અને તેને આધારે તે મનુષ્યને શા ઉંપદેશ કરી ગયા છે તેનું આદરપૂર્વક–શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું, તેમાં ચિત્તને એકાગ્રતાથી જોડી રાખવું તે આજ્ઞા વિચય નામનો પ્રકાર સમજ. મી. લેબીટરે ધ્યાનના વિષયના સૂચનમાં ઉપર જે કાંઈ કહ્યું છે તેમાં દેવાંશી મનુષ્યોએ કહેલા મહત્ત્વના ગુણ વિષે અને તેવા ગુણોથી યુક્ત ચારિત્ર્ય તેમણે કેવી રીતે આચરી બતાવ્યું હતું તે વિષે પણ ઉલ્લેખ આવે છે; વસ્તુતઃ

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514