________________
૯૪
વાળી કર્ણિકા છે એવી કલ્પના કરવી. તે કર્ણિકાની ઉપર એક ઉજજ્વલ સિંહાસન છે તે ઉપર પિતે બેસીને સર્વ કર્મોને ઉચ્છેદ કરું છું એમ કલ્પવું, તે કલ્પનામાં સ્થિર થઈ જવું. આઠ કર્મોની પ્રકૃતિના પુદ્ગલસ્કંધને આત્માના પ્રદેશથી ખંખેરી નાંખી ચૌદ રાજલોકમાં ફેંકી દીધા એમ ધ્યાવું. પછી પિતાનો આત્મા અનંત કટિ સૂર્યના તેજ કરતાં પણ અનંત જ્ઞાનપ્રકાશથી સર્વ લોકાલોકને પ્રકાશે છે એમ ચિંતવવું. પછી ચૌદ રાજલોકમાં ઉઠેલાં કર્મ પુગલો સ્થિર થઈ જાય છે અને સુવર્ણના સિંહાસન ઉપર મને દેવતાઓ તથા ઇન્દ્રો બેસાડી દેશના સાંભળે છે એવું ચિંતન કરવું. લાખો જેવો આવી તત્ત્વ સાંભળે છે પણ હું સાક્ષી તરીકે તેઓનાં આચરણ વિચારો જોઈ રહું છું–મને તેમાં હર્ષ કે શોક થત નથી એમ ચિંતવવું. સ્ફટિક રત્ન સમાન નિર્મળ એવા અસંખ્ય પ્રદેશમાં સમયે સમયે સર્વ ભાસ થાય છે એવી ભાવના ભાવવી, અને અસંખ્યાત પ્રદેશ સ્થિર એકરૂપ છે એમ ધ્યાવું. એ પાર્થિવી ધારણા થઈ. આગ્નેયી ધારણું માટે નાભિની અંદર સોળ પાંખડીવાળું કમળ ચિંતવવું અને તે કમળની કર્ણિકામાં મરું એવો મંત્ર સ્થાપે. તે કમળની પ્રત્યેક પાંખડીમાં અનુક્રમે રૂમ માં રૂ ૩ ૪ $ ૪ gછે તે જ કં કઃ એમ સોળ સ્વરોને સ્થાપન કરવા, અને તે કમળમાં એકાગ્ર ચિત્તથી લીન થઈ જવું, એટલે સુધી કે કમળ વિના અન્ય વસ્તુનું સ્મરણ પણ રહે નહિ. પછી હદયમાં આઠ પાંખડીનું કમળ ચિંતવવું, અને પ્રત્યેક પાંખડીમાં અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મનું એકેક પાંખડીમાં સ્થાપન કરવું. એ કમળનું મુખ એવી રીતે નીચું રાખવું કે જેથી સોળ પાંખડીવાળા કમળની ઉપર તે કમળ અધમુખ રહી ઝુલ્યા કરે. પછી સોળ પાંખડીવાળા કમળમાં સ્થાપેલા ઘટ્ટે માંને ઈંના રબિંદુથી ધૂમ્રશિખા નીકળતી ચિંતવવી, ધીમે ધીમે તેમાંથી અગ્નિકણિકાઓ અને પછી અનેક જવાળાઓ નીકળતી ચિંતવવી. એ જવાળાઓ વડે હૃદયાંતર્ગત અષ્ટ કર્મોની પાંખડીવાળું કર્મ કમળ બળે છે એવી કલ્પના કરવી. મહામંત્ર શર્ટના ધ્યાનથી ઉત્પન્ન થએલા