________________
પ
અગ્નિવડે અષ્ટ કર્મની પાંખડીવાળુ કમળ ખળીને ભસ્મ થાય છે એવી ભાવના કરવી. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળા ખળા અગ્નિને સમૂહ કલ્પવા અને એ અગ્નિસમૂહ તથા શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થએલ અગ્નિ-જ્વાળા એ એ વડે દેહ અને અષ્ટ કર્મનું કમળ એ બેઉ બળીને ભસ્મ થાય છે એવું કલ્પી શાન્ત થવુ. આ આગ્નેયી ધારણાનું સ્વરૂપ છે. ત્રીજી વાયવી ધારણાનું ધ્યાન આ પ્રમાણે કરવું: “ ત્રણ ભુવનનાં વિસ્તારને પૂરનાર એવા પ્રચંડ વાયુને કલ્પવા. આગ્નેયી ધારણાથી શરીર અને કર્મની જે ભસ્મ થઈ ગએલી છે તે ભસ્મને એ વાયુ ઉડાડી નાંખે છે એવી કલ્પના કરવી. પછી વાયુ શાન્ત થઈ જાય છે એમ ધ્યાવુ. વારૂણી ધારણા આ પ્રમાણે:-અમૃતસમાન વર્ષાને વર્ષાવનાર મેધમાળાથી ભરપૂર એવા આકાશની કલ્પના કરવી. એ આકાશમાંથી થતી જળષ્ટિ વાયુથી ઉડી ગએલી દેહ તથા કની રાખને શાંત કરે છે તથા ધોઇ નાંખે
એવી ભાવના ભાવવી. છેવટે વરૂણમંડળ શાન્ત થાય છે એમ કલ્પવુ. એ વારૂણી ધારણા થઈ. છેલ્લી તત્ત્વભૂ ધારણા આ પ્રમાણ:–ધ્યાતાએ સાત ધાતુરહિત, પૂર્ણ ચંદ્રકાન્તિની પેઠે નિર્મળ સર્વાંગ સમાન પોતાના આત્માને ચિતવવે; પછી સિંહાસન ઉપર બેઠેલા, સ કર્મોના નાશ કરનાર, શરીરની અંદર રહેલા એવા નિરાકાર આત્માને સ્મરવા. એ પ્રમાણે તત્ત્વભૂ ધારણા સકલ કને ક્ષય કરે છે અને આત્માને પરમાત્મસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ બનાવે છે. આ પાંચ ધારણાએ પણ વૈદિક ચેાગની પાંચ તત્ત્વની ધારણાઓની પેઠે આત્માને હૈં ત્રહ્માસ્મિ ને સાક્ષાત્કાર કરાવે છે.
પિંડસ્થ ધ્યાન કરનાર પાતાને ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ, એ પાંચે પ્રકારના શરીરથી ભિન્ન-પૃથક્ નિર્ધારે છે અને તેથી દેહાદિ અગાનાં કાર્યોમાં આત્મા અહં તથા મમત્વ પરિણામથી બંધાતા નથી. તે ભાગ્ય પદાર્થોની ઈચ્છાઓમાં અધાતા નથી અને અનેક જીવાને દુઃખ આપવા પ્રેરાતા નથી. કના ચેાગે વસ્ત્રરૂપ શરીર તે અનેક મળે છે તથા છૂટે છે, તેાપણ તેથી તે જરા પણ હર્ષ વા શાકને ધારણ કરતા નથી.. ડિસ્થ ધ્યાનને વેગી પ્રારબ્ધક યાગે અનેક કાર્ય કરતા છતા પણ આત્માના