Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 490
________________ ૪૮૧ ણપુત્ર હતા પરંતુ ઉદ્ધૃત પ્રકૃતિવાળા હાઇ તે કાળક્રમે ચારેને નાયક થયે હતા અને ચારેની ટાળી સાથે વનમાં રહેતા હતા. એક વાર તેના નાયકપદ હેઠળની ચાર ટાળીએ કુશસ્થળ નામનું ગામ લૂંટવા માંડયું અને ચેર લૂંટ કરતા કરતા એક ગરીબ બ્રાહ્મણના ધરમાં પેઠા. બ્રાહ્મણને સ્ત્રી તથા નાનાં ખાળકે હતાં અને ખાળકા ઘણા વખતથી ખીર ખાવાને આતુર થયાં હાવાથી બ્રાહ્મણ અતિ પરિશ્રમે ખીરની સામગ્રી લાવી નદીપર ન્હાવા ગયા હતા. ખીર તૈયાર થઈ હતી એવામાં ચારે પેઠા. અહીં કાંઈ ખીજું લૂટવાનુ મળ્યું નહિ . એટલે તેમણે ખીરનું વાસણ ઉપાડયું. બિચારાં બાળકો પેાતાનું ભાજન લૂંટાતું જોઈ ત્રાસી ગયાં. એટલામાં ઘેર આવતા બ્રાહ્મણને લૂંટની ખબર પડી. તે ક્રોધવશ થતે! ઘેર પહોંચ્યા અને એક માટી ભાગળ લઇ ચારેને મારવા દોડ્યો. ભાગળના પ્રહારથી ચેારે નાઠા અને કેટલાક મૂ પણ ખરા. આ વાતની દૃઢપ્રહારીને ખબર પડી એટલે તે હાથમાં તધ્વાર લેતા દોડયો. બ્રાહ્મણના ધરમાં પ્રવેશતાં જ એક ગાય આડી આવી તેને એક જ ઝાટકે તેણે પ્રાણ લીધેા. દઢપ્રહારીના પ્રહાર એટલેા દૃઢ હતા કે તે કદાપિ ખાલી જતેા નહિ. ગાયને મારીને આગળ વધતાં બ્રાહ્મણની ગવતી સ્ત્રી તેને અટકાવવા આવી. દૃઢપ્રહારીએ તેને પણ એક ઝાટકે કાપી નાંખી, અને સ્ત્રીના ગભ તરફડતા ભોંયે પડયો ! એરડામાં પેસતાં બ્રાહ્મણુને જોઇ તેને પણ દપ્રહારીએ કાપી નાંખ્યા. આ પ્રમાણે ગૌહત્યા, સ્ત્રીહત્યા, ભ્રૂણહત્યા અને બ્રહ્મહત્યા કરી તે જુએ છે કે બ્રાહ્મણનાં બાળકા આક્રંદ કરી રહ્યાં છે. ક્રૂર સ્વભાવના ચેરમાં યા પ્રેરાઇ અને પોતાના અવિચારી કર્મીને તેને પસ્તાવા થવા લાગ્યા. આ બાળકને પોતે નિરાધાર કરી મૂક્યાં તે પાપમાંથી !તે ક્યારે છૂટશે એવું વિચારતા પેાતાનું ખળ તેણે આવાં કર્મોંમાં વાપર્યું તે માટે તે પોતાને ધિક્કારવા લાગ્યા. પાપથી ગ્લાનિ પામેલા દૃઢપ્રહારી ચેારાની ટાળીને છેડીને નગર ખહાર ચાલ્યે ગયે। અને એક વૃક્ષ હેઠળ ખેડે. તેના વૈરાગ્યરસ વૃદ્ધિ પામતા હતા; એટલામાં ચારણ મુનિઓને તેણે દૂરથી જતા જોયા. તે તેમને શરણે ગયેા અને પેાતાનાં પાપોનું પ્રકાશન કરી તે પાપોથી મુક્ત થવાના ઉપાય ૩૧

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514