________________
૪૨
પૂછવા લાગ્યા. મુનિઓએ તેની યાગ્યતા જોઈ તેને સંક્ષેપમાં દેહ તથા આત્માની ભિન્નતા, કર્મોને આવવાનાં કારણેા તથા રાકવાના હેતુએ તથા ઉપાયા ઇત્યાદિ સમજાવી સમભાવનેા ઉપદેશ કર્યો. દૃઢપ્રહારીના આત્માને વિવેકથી વાસિત થએલે જોઇને મુનિઓએ તેને દીક્ષા આપી. એ જ અવસરે દૃઢપ્રહારીએ ગુરૂ પાસે અભિગ્રહ લીધા કે: “ આ પાપ મને જ્યાંસુધી સાંભરશે અથવા લાકે મને યાદ કરાવી આપશે, ત્યાંસુધી હું અહીં જ આહારાદિને ત્યાગ કરી કાયેત્સર્ગ મુદ્રાએ રહી ધ્યાન કરીશ. ’ મુનિએ તેને ત્યાં જ છેડીને ચાલ્યા ગયા. દૃઢપ્રહારી નગરના ઉત્તર દરવાજે કાયાત્સગ મુદ્રાએ ધ્યાનસ્થપણે રહ્યો. લોકેા દપ્રહારીને સાધુના વેશમાં જોઈ તેને ઢાંગી માની ધુતકારવા, ગાળે! દેવા અને મારવા લાગ્યા. દઢપ્રહારીએ ધણાને માર્યા હતા અને ઘણાનાં ધન લૂંટત્યાં હતાં. તે બધાં હવે વેર વાળવા લાગ્યાં, પણ દપ્રહારી તેથી ઉદ્વેગ ન પામ્યા. ક્ષમા તથા ધૈય તેણે છેડયું નહિ. ક્રેધનું સયમન તેણે ખરાખર કરી રાખ્યું. તન અને મનનાં કષ્ટા વેઠતા, પોતાનાં કર્મોને યાદ કરતા, એ કષ્ટો કર્મોના ફળરૂપ છે એમ સમજતા અને ગુરૂના ઉપદેશનું જ ધ્યાન ધરતા તે દોઢ માસ ઉત્તર દરવાજે રહ્યો. પછી દેઢ માસ દક્ષિણને દરવાજે રહ્યો. એમ ચારે દરવાજે રહી તેણે છ માસ ધ્યાનસ્થ અવસ્થામાં ગાળ્યા અને લેાકેાનેા ઉપદ્રવ સહન કર્યાં. તે વિચારતાઃ હે આત્મન્ ! કલ્યાણના અથી જીવાએ આક્રેશ, માર, બંધન, તાડન કે તર્જન સ સહન કરવું જોઇએ એટલું જ નહિ પણ નિમ`મત્વ થઈ શરીરથી પણ નિરપેક્ષ થવું જોઇએ. વખત જતાં દૃઢપ્રહારીનું ધૈય, ક્ષમા, વિવેક અને ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચ્યાં. છેવટે દેહાસક્તિનો પણ લેપ થયા અને આત્મરમણતામાં જ તે લીન રહેવા લાગ્યા. શત્રુ કે મિત્ર તેને કાઈ રહ્યા નહોતા. એ પ્રમાણે કમૈધનેાનું દહન કરતાં છ માસે તે કેવળજ્ઞાન પ!મ્યા અને આયુષ્યાદિ કર્મોના ક્ષય થતાં મેક્ષપદ પામ્યા. (૨૧૦)
66
,
[ ક્રમે કરીને હવે શુક્લ ધ્યાનના વિષય આવે છે. ]