________________
૪૮૩
જુઠ્ઠાનમ્ ! ૨૨ છે. चित्तं यत्र बहिर्न याति विषयासङ्गेऽपि वैराग्यतः । देहच्छेदनभेदनेऽपि नितरामेति प्रकम्पं न तत् ॥ शुक्लध्यानमुदाहृतं किल चतुर्भेदं स्वरूपोन्मुखं । रागद्वेषलयात् कषायविजयादेतत्परं मोक्षदम् ॥
શુકલ દયાન, ભાવાર્થ–જે ધ્યાનમાં ઇકિયાને વિષયનું સાન્નિધ્ય મળવા છતાં વિરાગ્યના બળથી ચિત્તવૃત્તિ મુદ્દલ બહિર્મુખ ન થાય, તેમ જ કોઈ શસ્ત્રથી દેહનું છેદનભેદન કરે તો પણ સ્થિર થએલ ચિત્ત જરા પણ કંપે કે ડગે નહિ તે ધ્યાનનું નામ શુકલ ધ્યાન કહેવાય છે. તેના પણ ચાર પ્રકાર અથવા ચાર પાદ છે. તે ધ્યાન સ્વરૂપાભિમુખ હોઈને રાગદ્વેષ તથા કષાયનો સર્વથા વિલય કરાવીને સાક્ષાત પરમ મોક્ષને આપનારું છે. (૨૧૧)
વિવેચન–કમે કરીને ધર્મ ધ્યાન કરતાં શુક્લ ધ્યાન એક પગથીઉં ઉંચું ગણાય છે. છતાં વસ્તુતઃ ધર્મધ્યાનને ધ્યાતા તથા શુકલ ધ્યાનના યાતાની યોગ્યતામાં વિશાળ અંતર રહેલું છે. ઇકિયે વિષયોથી આક
ઈને જરા પણ બહિર્મુખ ન થાય એ શુક્લ ધ્યાનના ધ્યાતાની મુખ્ય યોગ્યતા છે. આવી જ યોગ્યતા ધર્મ ધ્યાનના ધ્યાતાની પણ કહી છે, પણ ધર્મધ્યાનમાં ધારણ રહેલી છે અને શુકલ ધ્યાનમાં ધ્યાતાની ઈદ્રિયો કેવળ વિષયાતીત અને ચિત્ત ધારણરહિત થવાં જોઈએ, એટલે કે એ થાનને ધ્યાતા ચિત્તની રમણતામાં એટલે મગ્ન રહે કે તેને દેખવું, સાંભળવું, સુંઘવું, સ્પર્શવું ઇત્યાદિ ઈકિયોના વ્યાપારનો ખ્યાલ પણ ન રહે અને જાણે પાષાણુની ઘડેલી પ્રતિમા હોય તેવી રીતે સ્થિરતાપૂર્વક કેવળ મસ્ત દશામાં જ રહે. શ્લોકની પહેલી પંક્તિમાં જે ઈદ્રિયો બહિર્મુખ ન થવાની ધાતાની યોગ્યતા વિષે કહ્યું છે તેમાં બીજી પંક્તિ વડે વિશેષ સ્પષ્ટતા કરી છે, તે એવી રીતે કે કોઈ એવા યાતાના દેહનું શસ્ત્રથી