________________
સ્વરૂપમાં ધ્યાન રાખે છે. શરીરમાં રહેલે આત્મા શરીરથી ભિન્ન છે એવું નિશ્ચયાત્મક જ્ઞાન થતાં બાહ્ય સંયોગોમાં રહ્યો છે પણ તે તેમાં લેવાતે નથી. આત્માના પ્રદેશમાં ચોંટેલું ચિત્ત નિર્વિકપ દશાવાળું થાય છે અને તેથી આત્માની શક્તિઓ ખીલવા માંડે છે. વચનસિદ્ધિ અને સંકલ્પસિદ્ધિ સહજ બને છે. જેઓ આત્માના અસંખ્યાત પ્રદેશનું ધ્યાન ધરે છે પણ જગતમાં ઉપકાર કરવાની પ્રશસ્ત ઈચ્છા ધરાવે છે તેઓ તીર્થંકરાદિ પદને પ્રાપ્ત કરે છે અને જે ઉપકાર કરવાની ઈચ્છાને પણ ત્યજીને પિંડ ધ્યાન ધરે છે તેઓ મૂક કેવળી થઈ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં આત્માના પ્રદેશોનું ધ્યાન થઈ શક છે. નાભિચક્રમાં ધ્યાન ધરવાથી કાયવૂહનું જ્ઞાન થાય છે એટલે કે શરીરની નાડીઓનું અને તેમનાં કાર્યોનું જ્ઞાન થાય છે તેમજ મનના સંકલ્પવિકલ્પનો વિલય થાય છે. કંઠ કૂપમાં ધ્યાન કરવાથી સુધા–તૃષા શમે છે અને વાણીને સારી રીતે પ્રકાશ થાય છે. કૂર્મ નાડીમાં ધ્યાન કરવાથી સ્થિરતાની વૃદ્ધિ થાય છે અને ચંચળતા, શમે છે. બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવાથી સિદ્ધ પુરૂષોનાં દર્શન થાય છે, પાપોનો નાશ થાય છે અને ધર્મશ્રદ્ધા વધે છે. હૃદયમાં ધ્યાન કરવાથી હૃદયશુદ્ધિ થાય છે, જ્ઞાનભાસ થતો જાય છે, સત્યની પ્રતીતિ થાય છે અને પરહદયને વાંચી શકાય છે. મનોવણાની સાથે લેશ્યાને જે સંબંધ છે તેનું જ્ઞાન અને વર્ગણામાં ધ્યાન કરવાથી થાય છે. તેમાં વિશેષ સંયમ કરવાથી મન:પર્યવ જ્ઞાન પ્રકટે છે. એ જ રીતે કાન, નાક, આંખ, જીભ અને સ્પર્શેન્દ્રિયમાં ધ્યાન કરવાથી તે તે ઇકિયેની શક્તિને વિકાસ થાય છે. કાય બળ, વાણુ બળ અને મનોબળમાં ધ્યાન કરવાથી તે તે બળ વૃદ્ધિ પામે છે. મસ્તકમાં ધ્યાન કરવાથી મગજના જ્ઞાનતંતુઓ પુષ્ટ થાય છે અને તર્કશક્તિ વધુ ને વધુ ખીલે છે. - આ રીતે સ્વપિંડના કોઈ પણ અંગમાં પિંડસ્થ ધ્યાન કરી શકાય છે અને તેના શારીરિક તેમ જ આધ્યાત્મિક લાભ થાય છે, પરંતુ તે સર્વમાં બ્રહ્મરન્દ્રમાં આત્માના પ્રદેશનું ધ્યાન કરવું સર્વશ્રેષ્ઠ છે. જે વખતે બ્રહ્મરન્દ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશોનું ધ્યાન ધરવામાં આવે છે તે વખતે શ્વાસ- સની ગતિ મંદ પડે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં તન્મયતા થવાથી