________________
૪૬૫ विपाकविचयसंस्थानविचयौ । २०५ ॥ प्राग्जन्मार्जितपुण्यपापजनितं सर्वं च दुःखं सुखं । यत्रेत्थं परिभाव्यते तदनघं ध्यानं विपाकाभिधम् ॥ संस्थानं जगतः सपादशिखरं गत्यागती तद्भवे । चिन्त्यन्ते स्थिरमानसे यदमले ध्यानं चतुर्थं तु तत्॥ ધમ ધ્યાનના પ્રકાર : આજ્ઞા વિચય અને અપાય વિચય.
ભાવાર્થી—ધર્મધ્યાનના એકંદર ચાર પ્રકાર છે : આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય. તેમાં જ્યારે આત્માના ઉદ્ધાર માટે તીર્થકરની શી શી આજ્ઞાઓ છે તેનું આદરપૂર્વક સંપૂર્ણ રીતે ચિંતન કરવામાં આવે અને તેના ઉપર મનને એકાગ્ર કરવામાં આવે, ત્યારે ધર્મધ્યાનના પ્રથમ પ્રકાર આજ્ઞા વિચયની નિષ્પત્તિ થાય છે. જ્યારે રાગ, દેષ અને કષાયના દોષથી શી શી હાનિ થાય છે તેનું ચિંતન કરવામાં આવે અને તે દોષોની શુદ્ધિ માટે પુખ્ત વિચાર કરતાં તેના ઉપર મનની એકાગ્રતા કરવામાં આવે ત્યારે અપાય વિચય નામે ધર્મધ્યાનનો બીજો પ્રકાર સિદ્ધ થાય છે. (૨૦૪).
વિપાક વિચય અને સંસ્થાન વિચય. જે વખતે સંસારમાંની સર્વ સંપત્તિ કે વિપત્તિ, સુખ કે દુઃખ, સંયોગ કે વિયાગ, પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલાં પોતાનાં પુણ્ય કે પાપનું જ ફળ છે એવો વિચાર કરવામાં આવે અને તેના ઉપર મનની એકાગ્રતા સાધવામાં આવે તે વખતે વિપાક વિચય નામે ધર્મધ્યાનના ત્રીજા પ્રકારની સિદ્ધિ થાય છે અને જ્યારે આ જગત–લોકની પગથી તે શિખર-ટાચ સુધીની આકૃતિ અને તેની અંદર આ જીવનું જવું તથા આવવું, જન્મ ને મરણ અથવા પરિભ્રમણનું એકાગ્ર થએલ નિર્મળ મનમાં ચિંતન કરવામાં આવે ત્યારે સંસ્થાના વિચય નામે ધર્મધ્યાનના ચોથા પ્રકારની નિષ્પત્તિ થાય છે. (૨૦૫)
વિવેચન—જેવી રીતે પતંજલિ પિતાને યોગસૂત્રમાં સગુણ ધ્યાન