________________
४६
શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે કે –
નાના થતા પરિવર્તનાતા
सदासक्तं मनो नैव रागाधाकुलतां व्रजेत् ॥ . અર્થાત–આ લોકસ્વરૂપને વિચાર કરવાથી, અનેક દ્રવ્યોમાં રહેલાં અનંત પર્યાને પરાવર્તન કરવાથી (દ્રવ્યગત પર્યાયના સંબંધમાં વિચાર કરવાથી) નિરંતર તેમાં આસક્ત થએલું મન રાગાદિ આકુળતા પામતું નથી. એ પ્રમાણે ધર્મ ધ્યાનના ચારે પ્રકારે આત્માના નિર્મલીકરણના સાધનરૂપ છે. (૨૦૪-૨૦૦૫) [ ધર્મધ્યાનનાં આલંબન અને ભાવના ગ્રંથકાર નીચેના શ્લોકમાં કહે છે.]
धर्मध्यानालम्बनादीनि । २०६ ॥ धर्मध्याननगाधिरोहणकृते शास्त्रोक्तमालम्बनं । ग्राह्यं वाचनप्रच्छनोहनकथेत्येवं चतुर्भेदकम् ॥ .. संसाराशरणैकता क्षणिकता रूपाश्चतुर्भावना। भाव्या ध्यानविशुद्धये समुदियाद्यावत्प्रकृष्टा रुचिः ॥
- ધર્મધ્યાનનાં આલંબન અને ભાવના.
ભાવાર્થ-ધર્મધ્યાનરૂપી પર્વત ઉપર ચઢવાને માટે શાસ્ત્રમાં ચાર પ્રકારનાં આલંબન–કા કહ્યા છેઃ આધ્યાત્મિક અને તાત્ત્વિક શાસ્ત્રોનું વાંચન, શંકા હોય તો ગુર્નાદિને પૂછીને ખુલાસો મેળવ, પરિયદૃણું–મનન કરવાયોગ્ય વિષય ઉપર ઉહાપોહ કરે, અને અભ્યસ્ત તત્ત્વોની કથા કરવી. એ ચાર આલંબન ધ્યાનના ઉમેદવારે ગ્રહણ કરવાં. ધ્યાનની વિશુદ્ધિ માટે, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના અને એકત્વ ભાવનાઃ એ ચાર ભાવના ત્યાં સુધી ભાવવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂચિ ઉત્પન્ન થાય. (૨૬)