Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 471
________________ ૪૨ હાય અને જે જાહેર બગીચા ન હોય, કદલીગૃહ અથવા કેળનાં ઝુંડ, પર્વતની ગુફા કે જેમાં કેવળ નીરવતા હેાય, શાન્ત તથા એકાન્ત દ્વીપપ્રદેશ, એ નદીઓના કે એક નદી અને સાગરના સંગમનું સ્થાન કે જે શાન્ત હાય અને વહેતા જળના ધીરા નાદ સિવાય બીજો કશે। કાલાહલ ન હેાય, નગરમાંનું એકાંત ગૃહ, પર્વતનું શિખર, વૃક્ષ, સમુદ્રતટ ઇત્યાદિ સ્થાને શાન્તિથી યુક્ત અને એકાંતવાળાં હાઈ તે બધાં ધ્યાન માટે ઉપયોગી છે. વળી જે ધ્યાનને માટે નગરમાંનું કાઇ ઘર ઇત્યાદિ પસંદ કરાય, તેા ચિત્તને ચલિત કરી મૂકે તેવાં સ્ત્રી, પશુ, નપુસકાદિ કેજે ધ્યાનને માટે ઉપદ્રવકારક છે તેની આવજા પણ ત્યાં ન હેાવી જોઇએ. અત્રનદીએના સંગમસ્થાન ઇત્યાદિને કાલાહલરહિત સ્થાન લેખવામાં આવ્યું છે, કારણકે વહેતા જળના નાદ ધીરે અને ક રાસ્રક હાય છે, પરન્તુ કાઈ કાઈ યોગી જને તે! એવા સ્થાનને પણ કાલાહલવાળુ અને ઉપદ્રવકારક લેખી તેને ત્યાગ કરવાનું કહે છે. શ્વેતાશ્વતર ઉપનિષમાં યોગાભ્યાસ માટે અનુકૂળ સ્થાન નીચે પ્રમાણે કહ્યું છેઃ समे शुचौ शर्करवह्निवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः । मनोनुकूले न तु चक्षुपोडने गुहानि वाताश्रयणे प्रयोजयेत् ॥ અર્થાત્——સવ બાજુથી સમાન, પવિત્ર, કાંકરા અગ્નિ રેતી કાલાહલ અને જલાશયથી રહિત, મનને અનુકૂળ, મચ્છરથી રહિત ને અત્યંત વાયુથી રહિત ગુહા આદિ સ્થાનમાં સાધકે યાગાભ્યાસ કરવા. એકદરે સ` રીતે અનુકૂળ તથા ઉપદ્રવરહિત સ્થાન ધ્યાન માટે પસંદ કરવુ. (૨૦૨) [ હવે ધ્યાનમાં કેવી સ્થિતિએ બેસવું તે વિષે કહે છે. ] ધ્યાનસ્થિતિઃ ।૨૦૩ ॥ श्लाघ्या पूर्वदिशाऽथवोत्तरदिशा ध्यानाय शास्त्रे मता । तत्काष्ठाभिमुखो यथोक्तसमये स्थित्वा यथाऽर्हासने ॥

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514