________________
ભાવપ્રાણાયામ, ભાવાર્થ–ઉપર બતાવેલ દ્રવ્યપ્રાણાયામની રીતે જોકે બાહ્ય પ્રાણની શુદ્ધિ થવાથી રોગાદિની નિવૃત્તિરૂપ ફળ થવા સંભવ છે, તથાપિ આત્મધ્યાનપરાયણ યોગીઓને માટે તે ફળ પૂરતું નથી, એટલે બાહ્ય પ્રાણશોધન સર્વથા સફળ નથી, એટલું જ નહિ પણ એ રીતમાં કંઈ ફેરફાર થવાથી ક્ષતિ થવાને પણ સંભવ છે. માટે તેને અતિ આદર ભાસ્પદ નથી: કિન્તુ ભાવપ્રાણાયામનું સ્વરૂપ સમજીને તેનો આદર કરવો જોઇએ. ભાવપ્રાણાયામમાં બહિરાત્મભાવને રેચક, અંતરાત્મભાવનો પૂરક અને પરમાત્મભાવને કુંભક કરવો જોઈએ. આ ભાવપ્રાણાયામ ધ્યાનનું ઉત્તમ અંગ છે. (૧૭)
વિવેચન–પતંજલિગનાં આઠ અંગે ગણાવે છેઃ ચમનિયમનકાજામકલ્યાણારધારા ધ્યાનમાધswાવનિ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધેિ એ આઠ અંગે છે. આમાંનાં પ્રથમ ચાર અંગે વિષે અહીં સુધીમાં વિવેચન આવી ગયું છે. પતંજલિ જે ક્રમાદિ બતાવે છે તેનું ગ્રહણ અત્ર કરવામાં આવ્યું ન હોવા છતાં તેને આશય જળવાય તેવી રીતે તે વિષે કહેવામાં આવ્યું છે. રાગ કે હોગમાં ચિત્ત ઉપર યે મેળવવાને આસન-પ્રાણાયામનો પ્રયોગ આવશ્યક લેખવામાં આવે છે, છતાં ચિત્ત ઉપર જય મેળવવાનો એક બીજો માર્ગ પણ છે અને તે ભાવપ્રાણાયામ છે. વાયુના નિધિદ્વારા પ્રાણાયામ સાધવાથી ચિત્ત ઉપર જે જય મેળવી શકાય છે તે જ જય ભાવપ્રાણાયામથી પણ મેળવી શકાય છે. આ ભાવપ્રાણાયામનું કથન અત્ર કરેલું છે. વાયુ ઉપર જય મેળવવારૂપી દ્રવ્યપ્રાણાયામના લાભ તો કહેવાઈ ગયા છે, પરંતુ તેથી હાનિ થવાનો સંભવ છે. એગશાસ્ત્રના ગ્રંથોમાં પ્રાણાયામાદિ પ્રક્રિયાઓથી અનેક પ્રકારના રોગોને નાશ થવાનું કહેવામાં આવ્યું છે તે સત્ય છે. અમુક પ્રકારનાં આસનોથી અંગોપાંગે ઉપર સારે કાબૂ મેળવી શકાય છે અને શરીરની સહનશક્તિમાં વધારો કરવા ઉપરાંત આરોગ્ય પણ જાળવી શકાય છે, પણ તે પ્રક્રિયા ન સ ચાન્સેવા–સર્વથા સફળ થતી નથી. અત્ર યોગપ્રક્રિયાને નિરર્થક જ કહેવાનો ગ્રંથકારને.