________________
૪૫૪,
नासाग्रं हृदयं मुखं च नयनं नाभिश्च भालं श्रुतिस्तालु भूरसना च मस्तकमिति स्थानानि योगस्य वै। एषामन्यतमे स्थलेऽभ्यसनतश्चित्तस्य यद्बन्धनमेतल्लक्षणधारणाऽपि सततं साध्या समाध्यर्थिभिः॥
ધારણા ભાવાર્થ-નાસિકાને અગ્ર ભાગ, હદય, મુખ, નેત્ર, નાભિ, કપાલ, કાન, તાળવું, ભ્રકુટી, જીભ અને મસ્તક : એ અગીયાર ધ્યાન અથવા ધારણાનાં સ્થાન દર્શાવ્યાં છે. એમાંના કોઈ પણ સ્થાને અભ્યાસના બળથી ચિત્તને બાંધવું–રોકવું, તેનું નામ ધારણા. સમાધિના ઉમેદવારે નિરંતર અભ્યાસ કરી ધારણા સાધ્ય કરવી જોઈએ. (૧૯) વિવેચન—ધ્યેયપ્રદેશમાં ચિત્તનો બંધ તેનું નામ ધારણા. કહ્યું છે કે –
प्राणायामेन पवनं प्रत्याहारेण चेन्द्रियम् । वशीकृत्य ततः कुर्याच्चित्तस्थानं शुभाश्रये ॥ एषा वै धारणा झेया यच्चित्तं तत्र धार्यते ॥
અર્થાત–પ્રાણાયામથી પવનને, અને પ્રત્યાહારથી ઈદિને વશ કરીને પછી ચિત્તને શુભ સ્થાને સ્થિત કરવું તે ધારણ કહેવાય છે. પતંજલિ ધારણાને ચિત્તને દેશબન્ધ કહે છે. ચિત્તને ક્યા ક્યા દેશમાં બાંધવું તે વિષે અત્ર ગ્રંથકારે અગીઆર સ્થાને ગણાવ્યાં છે. નાસિકાનો અગ્ર ભાગ, હૃદય, મુખ, નેત્ર, નાભિ, કપાળ, કાન, તાળવું, ભ્રકુટી, જીભ અને મસ્તક. હેમચંદ્રાચાર્ય આ પ્રમાણે ૧૧ સ્થાને ધારણાનાં ગણાવે છે અને લગભગ આવી જ દશ આધ્યાત્મિક ધારણાઓ ગરૂડપુરાણમાં કહી છે?
प्राङ्नाभ्यां हृदये चाथ तृतीये च तथोरसि । कण्ठे मुखे नासिकाग्रे नेत्रभ्रमध्यमूर्धसु ॥ किश्चित्तस्मात्परस्मिश्च धारणा दश कीर्तिताः ॥