________________
૪૫૫
અર્થાત્—નાભિચક્રમાં, હત્પદ્મમાં, અનાહત ચક્રમાં, કંઠમાં, જિાના અગ્ર ભાગમાં, નાસિકાગ્રમાં, નેત્રમાં, ભ્રમધ્યમાં, મૂર્ધામાં અને મૃર્ધાની ઉપર ખાર આંગળના પ્રદેશ ઃ એ દ્શ સ્થાનેામાં દશ ધારણાઓ કહી છે.
જેણે આસન તથા પ્રાણાયામની સિદ્ધિ કરી છે તેને ધારણાની સિદ્ધિ માટે બહુ યત્ન કરવા પડતા નથી, પરંતુ જેએ કાચે-પાકે અભ્યાસે ધારણાને સિદ્ધ કરવા મથે છે તેને કાંઈક વધુશ્રમ વેઠવા પડે છે. આ કારણથી ગ્રંથકારે અમ્યસનતઃ અને સતતં એ એ ક્રિયાવિશેષણ અવ્યયે। વાપર્યા છે. એ શબ્દપ્રયાગાનું તાત્પ એ છે કે સતત અભ્યાસ વડે જ ચિત્તને જૂદા જૂદા પ્રદેશેામાં બાંધી શકાય છે અને ધારણા સિદ્ધ કરી શકાય છે. ધ્યાન તથા સમાધિના શિખર પર ચડવા માટે ધારણા એ મહત્ત્વનું પગથીયું છે, અને એ પગથીયા તરીકે જ તેને ઉપયાગ કરવા જોઇએ છે. જેવી રીતે આસનિદ્ધિ કરનારાએ ત્યાંથી આગળ નહિ વધીને કસરતખા જ મદારીએ થઈ આસનના પ્રયાગા કરી લેાકેાને આશ્રય પમાડવાના ધંધા કરે છે અને પ્રાણાયામ કરનારાએ ત્યાંથી આગળ વધવાનું છેાડીને પવનને કબજે રાખવાના ચમત્કાર કરી લેાકેામાં માનપાન પામવા લાગે છે, તેવી રીતે ધારણાની સિદ્ધિએ પહોંચેલાએ પણ કેટલીક વાર પતિત થાય છે. ઉપર કહેલાં અગીઆર અંગામાં મનને સ્થિર કરવાના અભ્યાસ કરવાથી કેટલીક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવિત, મરણ, પરાજય, લાભાલાભ, ઈત્યાદિનું જાણવાપણું, ચમત્કારશક્તિ, દિવ્ય શબ્દશ્રવણ ઈત્યાદિ પ્રાપ્ત થતાં અર્ધું દગ્ધ ચેાગી એ નાદે ચડી જાય છે અને સમાધિના અપૂર્વ આનંદને જતા કરે છે! આ નાદે ચડવાથી લૌકિક ખ્યાતિ પ્રાપ્ત થાય પણ આત્મહિત સધાતું નથી અને આત્મા પતિત થવા લાગે છે. તેણે સાધેલા ઈંદ્રિયનિગ્રહ અને ચિત્તની સ્થિરતા ઇત્યાદિના જે આધ્યાત્મિક લાભ છે તેને પણ તે ખૂએ છે.
આ કારણથી મુમુક્ષુએ ધારણા ત્યારે જ કરવી કે જ્યારે તે સમાધિને જ અથી હાય : અન્યથા નહિ. આ કારણથી ગ્રંથકારે સમાિિમઃ એ શબ્દના પ્રયાગ હેતુપૂર્ણાંક કરેલા છે. (૧૯૯)
[હવે ગ્રંથકાર ધ્યાન' વિષય પર આવે છે અને તેમાં પ્રથમ ઘ્યાન'નું લક્ષણ સમાવે છે. ]