________________
૪૩૬
નવ આસનેમાંનું પણ જે કઈ આસન મુમુક્ષુને સુખાસનરૂપ લાગે તે જ આસન તેને ઉપયોગી સમજવું; પરન્તુ ધ્યાનમાં આસનને હેતુ દેહ તથા મનની ચંચળતા, આળસ, આદિ રજો અને તમોગુણનો નાશ કરવાનો છે; માનેન નો હૃત્તિ છે એટલે સુખાસન કરવાનો હેતુ કષ્ટપ્રદ આસનને ત્યાગ કરવાનો છે, પરંતુ ધ્યાન ધરતાં આળસકે તંદ્રા આવવા લાગે એવું સુખાસન આદરવાનો નથી. પ્રસ્તુત નવ આસને એવા પ્રકારનાં છે કે જેથી રજોગુણ હઠે અને દેહને કષ્ટકારક થાય નહિ. એ બધાં આસને સિદ્ધ કરવાની વિધિ નીચે મુજબ છેઃ
પર્યકાસન–બેઉ જંધાના નીચલા ભાગ પગના ઉપર મૂકવે છતે અને જમણો તથા ડાબે હાથ બને નાભિ પાસે ઉંચા ઉત્તર-દક્ષિણ (આડા) રાખવાથી પર્યકાસન થાય છે. મહાવીર દેવને નિર્વાણ અવસરે આ આસન હતું. જાનું અને હાથને પ્રસારીને સૂવું તેને પતંજલિ પર્યકાસન કહે છે.
ઉત્કટિકાસનકેડની નીચેના નિતંબેને પગની પાનીની સાથે નીચે જમીન ઉપર અડકાડવા તે ઉત્કટિકાસન કહેવાય છે. આ આસનમાં મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. લૌકિક ભાષામાં જેને ઉભડક બેસવું કહેવામાં આવે છે તે આ જ આસન.
પદ્માસન-કમલાસન–જમણું પગને ડાબા સાથળપર મધ્ય ભાગમાં રાખવો અને ડાબા પગને જમણ સાથળપર મધ્ય ભાગમાં રાખ તથા બને પાનીપર પ્રથમ ડાબો હાથ ચત્તો રાખી તે ઉપર જમણે હાથ ચત્તો રાખવો, દાઢીને હૃદય સમીપે ચાર આંગળ દૂર રાખવી અને જીભને ઉપરના દાંતના મૂળના મધ્ય ભાગમાં સ્થાપી નાસિકાની અણી ઉપર દષ્ટિને સ્થિર કરવી. (યોગશાસ્ત્રમાં આ આસનને ચિત્ત, પ્રાણ તથા ઇકિયેની સ્થિરતાને પ્રાપ્ત કરનારું કહ્યું છે.)
વજ્રાસનડાબો પગ જમણા સાથળપર અને જમણો પગ ડાબા સાથળપર સ્થાપી પછી વજીની આકૃતિ માફક પાછળ બેઉ હાથ રાખી તે હાથ વડે બેઉ પગના અંગૂઠા પકડવા–અર્થાત પીઠ પાછળ હાથ કરી ડાબા