________________
3
વિયેાની સાથે ઇંદ્રિયે!ની ગતિ પણ અટકી ગએલી સમજવી, અને વિષય પ્રત્યે ઈદ્રિયગતિ અટકી એટલે ધ્યાનની સિદ્દિ થઇ. (૧૯૩)
6
"
વિવેચન—ત્રાળ શબ્દ વડે અત્ર · વાયુ ? તું એાધન થાય છે. જ્યાંસુધી દેહમાં વાયુ ફરે છે ત્યાંસુધી જ જીવન છે અને એ વાયુ દેહમાંથી કાયમને માટે ચાલ્યેા જાય છે એટલે દેહનું મરણ થાય છે. એ પ્રમાણે વાયુની ગતિ સાથે આ સ્થૂળ દેહની જીવન્ત સ્થિતિના સબંધ રહેલા છે. એ પ્રાણની અર્થાત્ વાયુની ગતિને જો નિયત નિયંત્રિત કરવામાં આવે તે મન પણ નિય ંત્રિત થાય છે. મન અને પ્રાણ એ દૂધ અને પાણીની પેઠે એતપ્રાત મળી ગએલાં છે. હેમચંદ્રાચાય મન અને પ્રાણને નિતૌ નીરક્ષીરવત્ કહે છે. એટલે પ્રાણને નિયત કરતાં મન પણ નિયત થાય છે અને પ્રાણને અનિયત રાખતાં મન ચંચળ અને છે. હયાગ–પ્રદીપિકામાં કહ્યું છે કે—
चले वाते चलें चित्तं निश्वले निश्चलं भवेत् । योगी स्थाणुत्वमाप्नोति ततो वायुं निरोधयेत् ॥ અર્થાત્—પ્રાણવાયુ ચલાયમાન હોય છે ત્યારે ચિત્ત પણ ચલાયમાન હેાય છે અને પ્રાણવાયુ નિશ્ચલ હેાય છે ત્યારે ચિત્ત પણ નિશ્ચલ હાય છે. પ્રાણવાયુ અને ચિત્ત એ મેઉ નિશ્ચલ હોય છે ત્યારે ચેાગી નિશ્ચલતાને પામે છે; માટે વાયુને નિરોધ કરવા જોઇએ.
પ્રાણવાયુની સ્થિરતા ઉપર મનની પણ સ્થિરતાના આધાર હેાવાથી જો પ્રાણવાયુની ગતિને છેદ કરવામાં આવે તેા મનની ગતિને પણ છેદ થાય એટલે કે તે સ્થિર-નિશ્ચલ થાય. મન નિશ્ચલ થવાથી કિવા મનની ગતિને છેદ થવાથી મનની આજ્ઞાને અનુસરનારી ઈંદ્રિયાની ગતિના પણ છેદ થાય છે અર્થાત્ દ્રિયા પોતાની પ્રવૃત્તિ કરતી નથી. ઋઇંદ્રિયા સ્વ સ્વ વિષયની રાગી હાવાથી તેઓ હમેશાં વિષય કષાયમાં ગતિમાન હોય છે, પરન્તુ તેમની ગતિના છેદ થતાં તેમના વિષય-કષાય—પ્રવ્રુત્તિરૂપી વ્યાપારનેા પણ છેદ થાય છે, અને એમ થતાં ધ્યાનની સિદ્ધિ આપોઆપ