________________
પગને ઉલટાવીને રાખવી. બન્ને પાતળને સંપુટ એ રીતે થઈ ગયા પછી તે ઉપર બેસી બેઉ હાથનાં આંગળાં આપસમાં ભરાવી ત્યાં પગ ઉપર રાખવાં તે ભદ્રાસન કહેવાય છે. કઠીન આસને વડે શરીરને શ્રમ થયો. હોય તે તે શ્રમને આ આસન દૂર કરે છે. ( “જ્ઞાનાર્ણવ” માં “ભદ્રાસન ને સ્થાને “ સુખાસન ” નામ આપ્યું છે.)
આમાંનું કોઈ પણ આસન દીર્ઘ સમય સુધી સ્થિર કરવાને અભ્યાસ કરવો આવશ્યક છે, અને તેટલા માટે ગ્રંથકારે સ્થિરતયા શબ્દને પ્રયોગ કર્યો છે. આસનમાં સ્થિરતા પ્રાપ્ત થયા વિના ધ્યાન રૂડી રીતે સધાતું નથી. યોગપ્રદીપિકામાં કહ્યું છે કે-૩રવાસન સ્થર્યમાં જોવા - વમ્ અર્થાત-સ્થિરતા, આરોગ્ય અને અંગલાઘવ સધાય તેવું જ આસન આદરવું. પતંજલિ પણ થિરવાનમ્ સૂત્રવડે આસનની સ્થિરતાને બોધ કરે છે. (૧૨)
[ આસનસિદ્ધિ કર્યા પછી પ્રાણાયામની દિશા બંધ કરવાના હેતુપૂર્વક ગ્રંથકાર પ્રાણ અને મનને સંબંધ સમજાવે છે. ]
પ્રાઇમરી: નશ્વષ: ૨૬૩ . यावत्प्राणगतिर्भवेन्न नियता तावस्थिरं नो मना । मिश्रत्वादुभयोर्मनःपवनयोः क्षीराम्बुवत्सर्वथा ॥ छेदे प्राणगतेर्मनोगतिरपि च्छिन्नैव तस्याः पुनविच्छेदे विषयैः सहेन्द्रियगतिर्नष्टदैव सिद्धिस्ततः ॥
પ્રાણ અને મનને સંબંધ. ભાવાર્થ-જ્યાં સુધી પ્રાણની ગતિ નિયંત્રિત થતી નથી, ત્યાંસુધી મન સ્થિર થતું નથી કેમકે દૂધ અને પાણીની પેઠે મન તથા પ્રાણ પણ સર્વથા ઓતપ્રાત થઈ ગએલ છે. જે પ્રાણની ગતિનો છેદ થાય તો મનની ગતિ છેદાયેલી જ સમજવી અને મનની ગતિને છેદ થયો તે