________________
વિવેચન–પૂર્વ લોકમાં જે પ્રાણની ગતિના છેદની આવશ્યકતા વ્યક્ત કરી છે, તેનો ભાવાત્મક અર્થ એ છે કે પ્રાણવાયુની ગતિનો નિષેધ કરવો, કે જેનું નામ પ્રાણાયામ છે. હેમચંદ્રાચાર્ય પોતાના યોગશાસ્ત્રમાં કહે છે કે પ્રાણાયામ અતિરછેઃ શ્વાસ શ્વાસોમતઃ | પતંજલિ પણ પ્રાણાયામની એવી વ્યાખ્યા કરે છે કે શ્વાસશ્વાસોતિવિદ છેઃ પ્રાથમિઃ | અર્થાત શ્વાસ અને પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ કરવ-નિરોધ કરવો–તેની ગતિને રોકવી તેને પ્રાણાયામ કહે છે. આ નિરોધના ત્રણ વિભાગ છે. સેવા પૂરવ jમક્ષેતિ સ ત્રિધા ને રેચક, પૂરક અને કુંભક કરવા. બહારનો વાયુ નસકોરાં વાટે અંદર જાય તેને શ્વાસ કહે છે અને અંદરને અશુદ્ધ વાયુ નસકોરાં વાટે બહાર નીકળે તેને પ્રશ્વાસ કહે છે. શ્વાસ વખતે બહારને વાયુ નાકમાં થઈને ગળાના પાછલા ભાગમાંથી કંઠમાં થઈ ફેફસાંમાં જાય છે. કંઠમાં જે શ્વાસનળી છે તે કરેડની ગરદનના પાંચમા મણકાથી પીઠના બીજા મણકા સુધી જઈ તેના બે વિભાગ થાય છે. તે દરેક ભાગ એક એક ફેફસામાં જાય છે. આ દરેક મોટા ભાગના વિભાગે થઈ ફેફસાંમાં ચારે બાજુએ ફેલાય છે. તેને પણ અનેક વિભાગે થતાં તેઓ ઘણું સૂક્ષ્મ થાય છે અને તેઓના છેડાના વિભાગોની બાજુએ તેમજ છેડાઓ ઉપર કરડે સૂક્ષ્મ પરપોટીઓ હોય છે. એ પારદર્શક હોઈ ફેફસાંની ઉપર તથા અંદર રહેલી છે. એ પરપોટીઓ ઉપર લોહીની કેશવાહિનીઓની જાળ પથરાએલી છે અને તેમાં શરીરનું બગડેલું લોહી ફરે છે. શ્વાસ લીધા પછી બહારની હવા આ પરપોટીઓમાં ભરાઈ રહે છે. તે હવા બગડેલા લેહી સાથે મળી જઈ અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે. આ રીતે શ્વાસ અને પ્રશ્વાસથી શરીરમાં અનેક ફેરફાર થાય છે. પરંતુ નાક વાટે શ્વાસ પ્રશ્વાસ ન કરતાં જે અન્નનળીથી હવા ગળવામાં આવે તે તે હોજરી અને આંતરડાંમાંથી પસાર થાય છે અને મળદ્વાર વાટે નીકળી જાય છે. જ્યારે હોજરી અને આંતરડાંમાં ખોરાક હોતો નથી ત્યારે થોડી ઘણી હવા ભરાયેલી રહે છે તે મુખથી આવતા ઓડકારથી અથવા મળદ્વારના વાયુસંચારથી બહાર નીકળી જાય છે. આ રીતે નાસિકા દ્વારા જ કરવામાં આવેલું પ્રાણવાયુનું પાન દેહને હિતકારક છે