________________
૩પ. यद्यद्भाति सुखासनं स्थिरतया तस्यैव तेष्वादरो। हेयं कष्टदमाशनं प्रथमतो ध्यानाचलारोहणे ॥
આસનના પ્રકાર ભાવાર્થ–પર્યકાસન, ઉત્કટિકસન, અન્જ-કમલાસન, વાસન, લકુટાસન, કાયોત્સર્ગાસન, વીરાસન, ગેદહાસન અને ભદ્રકાસન : એ નવ ધ્યાનનાં આસન કહ્યાં છે; તથાપિ પ્રારંભમાં ધ્યાનરૂપ પર્વત ઉપર ચઢવા માટે એમાંનું જે આસન સુખરૂપ ભાસે અને જે આસને વધારે સ્થિર રહી શકાય તેને પ્રથમ આદર કરે અને કષ્ટ આપનાર આસનને ત્યાગ કરવો. (૧૨)
વિવેચન—ચિત્તની દોષરહિત કિંવા સમસ્થિતિની સાધના તે ધ્યાનનું પ્રથમ પાદ કિંવા પગલું છે, એટલે ધ્યાનને ભાર્ગે વળવાથી તે દેષો દૂર થતાંની સાથે સાથે ધ્યાનસિદ્ધિ પણ ઉપલબ્ધ થાય છે. આ કારણથી ધ્યાનની પૂર્વ પીઠિકામાં ચિત્તના દેષો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ધ્યાનની પ્રક્રિયાથી ઇતર એવો ચિત્તદોષોના દૂરીકરણનો વિધિ દર્શાવવામાં આવ્યો નથી.
ધ્યાનની પ્રક્રિયાને પ્રારંભ કરતાં સૌથી પહેલાં આસનસિદ્ધિ કરવી જોઈએ. યોગનાં ૮૪ આસનો છે અને યોગના ગ્રંથોમાં તે બધાં આસનો વિધિ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ એ બધાં આસનો ધ્યાનસિદ્ધિ માટે આવશ્યક નથી, કારણકે તેમાંનાં ઘણાંખરાં આસનોનો હેતુ તે વાયુ ઉપર જય મેળવવા પૂરતો કિંવા દેહ અને તેની શિરાઓના આરોગ્ય પૂરતો જ હોય છે. આ કારણથી ગ્રંથકારે ધ્યાનને અર્થે દેયં વછદ્રમાસ અર્થાત-કષ્ટપ્રદ આસનને ત્યાગ કરવાનું અને સુખાસનનો જ આદર કરવાનું કહેલું છે. કાયક્લેશ કરનારું આસન–કષ્ટપ્રદ આસન ધ્યાનસિદ્ધિમાં વિન રૂપ થઈ પડતું હોવાથી તે પ્રકારનાં આસનોને નિરૂપયોગી લેખી અત્ર પર્યકાસન, ઉત્કટિકાસન, કમલાસન, વજ્રાસન, લકુટાસન, કાયોત્સર્ગાસન, વીરાસન, ગદહાસન અને ભદ્રકાસન એ નવ આસનોને ધ્યાન માટે ઉપયોગી લેખ્યાં છે. એ