________________
૩૬૨ પૂંજણીથી સંભાઈને ધીરેથી યતનાપૂર્વક મૂકવાં લેવાં તથા સુવ્યવસ્થિત રાખવાં, પણ બેદરકારીથી જેમ–તેમ ફેંકવાં, ઉડાડવાં કે હડસેલવાં નહિ. યતના સહિત અને યતનારહિત પિતાની વસ્તુઓ લેવા-મૂકવાની ટેવવાળાં, મનુષ્યનાં કાર્યોનું તુલનાપૂર્વક નિરીક્ષણ કરનારાઓથી જ એ સમજી શકાશે કે આ બાહ્યતઃ નજીવી દેખાતી યતના મનુષ્યને કેટલી અકારણ હિંસામાંથી બચાવી લે છે. (૧૬)
[હવે આ સમિતિના એક અંગરૂપ પ્રતિલેખન-પડિલેહણની ક્રિયાની આવશ્યક્તા ગ્રંથકાર દર્શાવે છે.]
वनादिप्रतिलेखनक्रिया । १६१ ॥ उद्युक्तो दिवसे सदा नियमतः प्रातश्च सायं यमी। वस्त्रादेः प्रतिलेखनं विधियुतं कुर्याच्च सूक्ष्मेक्षया । स्यादेवं यमरक्षण न च भवेत् सूक्ष्मांगिनां हिंसनं । नाप्यालस्यनिषेवणं निजतनो रक्षाऽलिसर्पादितः ।।
વસાદિના પ્રતિલેખનની ક્રિયા. ભાવાર્થ તથા વિવેચન–જેવી રીતે વસ્તુને લેવા મૂકવામાં એક મુનિએ યતનાપૂર્વક વર્તવું જોઈએ, તેવી રીતે પિતાની નિત્યના ઉપયોગની, વસ્તુનું પ્રતિલેખન પણ કરતા રહેવું જોઈએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને બહુ લેવી–મૂકવી ન પડે, પરંતુ આખો દિવસ પિતાના અંગ પર કિંવા સાથે જ રહે અને તેમાં પણ સૂક્ષ્મ જંતુઓ પસી કે ચડી ન જાય, તેટલા માટે આ પ્રતિલેખન ક્રિયા આવશ્યક છે. આવી વસ્તુએને જ સહવારે અને સાંજે બારીક નજરે વિધિસહિત જોવી અને સંભાજીને શુદ્ધ કરી રાખવી કિંવા ધારણ કરવી, કે જેથી સૂક્ષ્મ જંતુએનું સંરક્ષણ થાય અને સંયમની પુષ્ટિ થાય. આ આધ્યાત્મિક લાભ ઉપરાંત બીજે લાભ તેથી એ પણ થાય કે તેથી પ્રમાદ કે આપસ દૂર