________________
પ
ઉપર્યુક્તતા છાની રહે તેમ નથી. પાન, વ્યાખ્યાન, સાહિત્યપ્રચાર અને ગ્રંથરચના એ ધમ કથાના ઉપભેદે છે. પેાતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનને લાભ અન્ય જિજ્ઞાસુઓને વિશુદ્ધ રીતે પાઠન દ્વારા આપવા, તેમાં કશે! સ્વા સાધવાના સંકલ્પ પણ કરવા નહિં, તે વસ્તુતઃ ઉચ્ચ પ્રકારની ધ કથા જ છે. અત્ર માયાજ્ઞાનપુરસ્કર્ર શબ્દના પ્રયાગ કરેલા છે, તે પાનની વિશુદ્ધતાની અપેક્ષાથી જ કરેલા છે. શાસ્ત્રગ્રંથામાં નિપુણતા મેળવ્યા પછી જિજ્ઞાસુએની સભામાં વ્યાખ્યાન આપવું, ઉપદેશ કરવા, અને એ રીતે ધમની અભિવૃદ્ધિ કરવી તે તે! વિશુદ્ધ ધમકથા જ છે. આકર્ષક અને તાત્ત્વિક ગ્રંથાની રચના કરવી અને ધર્મના સાહિત્યને પ્રચાર કરવા એ એ ધકથાના ભેદે ભલે આધુનિક લેખાય, છતાં તેની ઉપયેાગિતાની કાઈ ના કહી શકે તેમ નથી. જે વખતે મહાવીર ભગવાને ઉપદેશ કર્યો હતેા તે વખતે ગ્રંથલેખનની કે ગ્રંથપ્રચારની પ્રવૃત્તિ અસ્તિત્વમાં નહેાતી; સૂત્રેા ગ્રંથારૂઢ થયા ત્યારપછી ગ્રંથાની સુંદર પ્રતેા કરીને તેને પ્રચાર કરવાની પ્રથા ઉપકારક લેખાવા લાગી, અને સત્રા શ્રોતાએ તથા અભ્યાસીઓને સુગમ્ય અને તેટલા માટે તે ઉપર ભાષ્યા, ટીકાઓ, ચૂર્ણી અને પૃથક્ પૃથક્ થાની રચના થઇ. ધન્નદાને હેતુ ધર્મના ઉપદેશ આપવાના હતા અને ગ્રંથરચના તથા ધસાહિત્યને પ્રચાર પણ ઉપદેશના હેતુ સારવા માટે આધુનિક સમયનું અનુકૂળ સાધન હોઈ તેને સમાવેશ સ્વાધ્યાયરૂપી તપની અંદર કરવામાં અને એ તપાચરણનું મુનિએને માટે વિધાન કરવામાં ગ્રંથકારે સુઘટિત કાય કરેલું લેખાશે એ નિઃસશય છે. એટલુ ખરૂં છે કે ધર્મકથાના આ બધા ઉપભેદો પણ મુનિને માટે તપ ’ રૂપે જ અસ્તિત્વમાં રહે અને સંયમમાં વિક્ષેપ કરે તેવી પ્રવૃત્તિરૂપ બની ન જાય. સ્વાધ્યાયના એ સર્વ પ્રકારાનું અનુષ્ઠાન કરવામાં આવે પણ સંયમીનું ધ્યાન તે તેમાંથી થતી તપસ સિદ્ધિ તરફ જ લાગી રહેલું હેાય. (૧૮૬-૧૮૭)
"
[હવે જ્ઞાનના આઠ આચારે। વિષે કહે છે કે જે આચારાનું પાલન સ્વાધ્યાય રૂપી તપની ફળસિદ્ધિ માટે આવસ્યક છે. ]