________________
૪૩
રહેતી હોય તે ગુરૂ આદિની પાસે જઈ વિનય સહિત પૂછીને શંકાનું નિવારણ કરવું, શાસ્ત્રની ભાષાનું જ્ઞાન પૂરેપૂરી રીતે મેળવીને સ્વા` વિના જિજ્ઞાસુઓને ભણાવવું, બધાં શાસ્ત્રામાં નિપુણતા મેળવ્યા પછી જિજ્ઞાસુઓની સમક્ષ ધર્મની વૃદ્ધિને અર્થે વિસ્તારથી વ્યાખ્યાન આપવું, મનુષ્યાનું આકષણ કરે તેવાં તાત્ત્વિક શાસ્ત્રોની રચના કરવી, ધર્મના સાહિત્યને પ્રચાર કરવા; એ બધા સયમીએએ કરવાયેાગ્ય સ્વાધ્યાયના પ્રકારે। જાણવા. ( ૧૮૬-૧૮૭ )
વિવેચન—સ્વાધ્યાયના મહિમા જૈન તેમ જ જૈનેતર શાસ્ત્રામાં વર્ણવેલા છે. જૈન શાસ્ત્રમાં સ્વાધ્યાયને એક પ્રકારનું તપ લેખ્યુ છે, કારણકે ઇંદ્રિયા તથા મનનેા સારી પેઠે સયમ કર્યાં વિના સ્વાધ્યાય થઈ શકતા નથી. મનુસ્મૃતિમાં સ્વાધ્યાયના મહિમા ગાતાં કહેલું છે કે—
यः स्वाध्यायमधीतेऽब्दं विधिना नियतः शुचिः । तस्य नित्यं क्षरत्येष पयो दधि घृतं मधु ॥
અર્થાત્—જે પુરૂષ હમેશાં શુદ્ધ થઈ વિધિવડે એક વર્ષ પર્યંત સ્વાધ્યાય કરે તેને તે સ્વાધ્યાય હમેશાં દૂધ દહી મધ અને ઘીને વરસાવે છે; તાત્પર્ય એ છે કે સ્વાધ્યાયથી મનુષ્ય સુખી અને સંપત્તિમાન થાય છે. મહાનિશિથ સૂત્રમાં સ્વાધ્યાયરૂપી તપને માટે કહેલું છે કે—
बारसविहंमि तवे, अब्भंतर बाहिरे कुसलदिठ्ठे ।
नवि अत्थि न वि च होहि, सज्झाय समं तवो कम्मं ॥
અર્થાત્—સર્વજ્ઞ ભગવંતે કહેલા અભ્યંતર અને ખાદ્ય એવા ખાર પ્રકારના તપમાં સ્વાધ્યાય જેવું તપકર્મી કાઇ છે પણ નહિ અને થશે પણ નહિ. શાસ્ત્રગ્રંથામાં સ્વાધ્યાયના પાંચ ભેદ અથવા પાંચ પ્રકારે કહેલા છે: વાચના, પૃચ્છના, પરાવના, અનુપ્રેક્ષા અને ધકથા. ગ્રંથકારે આ ભેદેાના ઉપભેદે ઉપર લક્ષ રાખીને એકદરે અગીઆર પ્રકાર આ એ શ્લોકમાં દર્શાવેલા છે. વાચન, મનન અને નિદિધ્યાસન એ વસ્તુતઃ વાચનાના જ ભેદ્દા છે. કાઈ પણ ક્લોક કે વાક્યનુ આંખ તથા મુખથી વાચન કરવું