________________
માસના ઉપવાસ કર્યા હતા, તેનું પારણું કરવાને તે બેસવા જતો હતો, એટલામાં જુવાન સાધુએ આવીને કહ્યું : “નંદિષેણ મુનિ ! મારા ગુરૂ અતિ વૃદ્ધ અને રેગી છે અને હું બહુ થાકી ગયો છું, તો તમે જઈને તેમને લઈ આવો.” વૃદ્ધ અને રોગી સાધુની સેવા કરવાનો પ્રસંગ આવ્યે જાણ સેવાભાવી નંદિષણ મુનિ એકદમ પારણું કરવાનું પડતું મૂકીને જંગલમાં ગયા, તો ત્યાં એક વૃક્ષ તળે વૃદ્ધ, રક્તપિત્તથી પીડાતા અને ગ્લાન સાધુને તેમણે જોયા. તેમણે વૃદ્ધ સાધુને પિતાની સાથે આવવા કહ્યું, તે વૃદ્ધ સાધુએ કહ્યું : “મને તરસ બહુ લાગી છે, માટે તે નગરમાંથી પાણી લઈ આવ.” નંદિણ નગરમાં પાછા ફર્યા, પણ ક્યાંય વિશુદ્ધ-એષણય પાણીનો જોગ મળ્યો નહિ. છેવટે ત્રીજે પહોરે એક લોટો પાણું મળ્યું, તે લઈને નંદિષેણ મુનિ વૃદ્ધ સાધુ પાસે આવ્યા. વૃદ્ધ સાધુ તો કોપાયમાન થઈ ગએલા ! “એ નંદિષેણ! તરસે મારો જીવ જાય છે અને પાછું લાવતાં તને આટલી બધી વાર થઈ ?” એમ કહેતાં જ ગુસ્સાથી સાધુએ પાણીના લોટાને ઠેસ મારી પાણી ઢોળી નાંખ્યું ! નંદિષેણે સાધુને શાન્ત કર્યા અને કહ્યું: “હે ગુરૂ ! પાણી તે ઢોળાઈ ગયું છે અને હવે કહે તો બીજું લઈ આવું.” ગુરૂએ કહ્યું : “ના, પાણી નથી જોઈતું. તું મને ઉપાડીને ચાલ; મારાથી હીંડી શકાશે નહિ.” નંદિષણે વૃદ્ધ સાધુને ખાંધે બેસાડી ચાલવા માંડયું. માર્ગમાં વૃદ્ધ સાધુ પિતાના રોગપીડિત દેહમાંથી રોગના જંતુઓથી ભરેલી રસી નંદિણના દેહ ઉપર પાડે, મળ-મૂત્ર કરે, પણ નંદિષેણ તે મનમાં એમજ કહે કે “અહો ! આ બિચારા વૃદ્ધ મુનિને કેવી પીડા થતી હશે ? તેમનું શરીર કેવું રેગથી ઘેરાઈ ગયું છે? હું ક્યારે તેમને સ્થાનકે પહચાડી સુખ ઉપજાવું.” આવા ભાવ મનમાં ધારતાં નંદિષણને જ્ઞાન થયું અને સાધુ વેશધારી બેઉ દેવોને પણ નંદિષણના વૈયાવૃત્યની પ્રતીતિ ઉત્પન્ન થતાં આ રીતે તેમની કસોટી કરવા માટે ક્ષમા માંગી. (૧૮૫).