________________
-તેથી “વાચના” શબ્દને પૂર્ણ અર્થ ગ્રહણ થતો નથી, એટલે મુખ કે નેત્રથી વાચન, મનથી મનન અને ચિત્તમાં એ વાચનનું ધારણ કહેતાં નિદિધ્યાસન થાય એટલે “વાચના ”ની ક્રિયા પૂરી થાય. આ પ્રમાણે - વાચના એ એક વાય તથા તેના અર્થને માત્ર માનસિક સંગ્રહ અથવા તો અવધાન છે, અને તેથી તે સ્વાધ્યાયનું એક અંગ છે. જે એ વાચનની સમજમાં કિવા તેના અર્થમાં કાંઈ શંકા રહેતી હોય તો તે માટે ગુરૂને પૃચ્છા કરવી અને શંકાનું છેદન કરવું તે બીજે પૃચ્છના નામક પ્રકાર છે. પૃચ્છના વડે વિશુદ્ધ થએલા જ્ઞાનને સ્મૃતિમાં જડી દેવા માટે તેનું વારંવાર પઠન કરવું કિંવા શાસ્ત્રના શબ્દમાં કહીએ તો પરાવર્તન કરવી એ તેને ત્રીજે મુખ્ય પ્રકાર છે. અનુપ્રેક્ષાને ગ્રંથકારે બે વિભાગોમાં વહેંચી છે? રહસ્યધારણા અને તાત્પર્યધન. અનુપ્રેક્ષાનો શબ્દાર્થ કરીએ તે એ થાય છે કે સ્ત્રાર્થને મુખથી ઉચ્ચાર કર્યા વિના મનમાં તેનું ધ્યાન કરવું તે. સ્વાધ્યાયનું નવનીત તે તેનું રહસ્ય કહેવાય. એવા રહસ્ય સાથે તાત્પર્યનું શોધન કરવું તે સ્વાધ્યાયના વિષયનું મૌન રહી એકાંતમાં નિર્મળ થાન કરવાને જ વિધિ છે. આવા ધ્યાનથી સમજેલા વાક્યર્થનું રહસ્ય શું છે અને તે રહસ્ય વાક્ય કિંવા વાક્યોમાં વણી લેવાનો શાસ્ત્રકારનો હેતુ છે. છે તાત્પર્ય શું છે તે ચિતિશક્તિ સમીપે સ્પષ્ટ થાય છે. આ હેતુપૂર્વક ઉપ્રેક્ષાને બે વિભાગમાં વહેંચીને તેને વિસ્તારમાં સમજાવી છે. સ્વાધ્યાયના તત્ત્વનું ધ્યાન કરવા સંબંધે કહ્યું છે કે
संकुलाद्विजने भव्य: सशब्दान्मौनवान् शुभः । નૌનાના: બg Tru: સ્ટા: : ||
અર્થાત–ઘણા માણસમાં રહીને સ્વાધ્યાયના તત્ત્વનું ધ્યાન અર્થાત જાપ કરવા બેસવું તે કરતાં એકાન્ત વધારે સારી છે, મુખથી બોલીને જાપ કરવા બેસવું તે કરતાં મૌન વધારે સારું છે અને મૌન જાપ કરતાં માનસિક જાપ–ધ્યાન–ચિંતન ઉત્તરોત્તર વધારે પ્રશંસનીય છે. સ્વાધ્યાયનો પાંચમે પ્રકાર ધર્મકથા છે. ધર્મકથાના ચાર ઉપભેદ ગ્રંથકારે અત્ર દર્શાવ્યા છે અને એ ઉપભેદે શાસ્ત્રમાં નહિ દર્શાવેલા હોવા છતાં તેની