________________
૩૭૫
કનડતા અને ગામના રખેવાળો તેમને હથીયારથી ઉપસર્ગ કરતા. સ્ત્રીઓ તેમની પર મોહિત થઈ વિષયવ્યાકુળતા પ્રકટ કરતી. કોઈ વાર સુગધીદુર્ગધી વસ્તુઓના, ભયંકર શબ્દોના અને બીહામણું ઉપસર્ગો થતા એ બધા ઉપસર્ગોને ભગવાને શાન્ત ભાવે વેઠી લીધા હતા. જ્યારે શિશિર ઋતુમાં ઠંડો પવન જેસથી કુંકાતે હતું, જ્યારે કે થરથર ધ્રુજતા હતા, જ્યારે બીજા સાધુઓ એવી ઠંડીમાં વાયરા વિનાની બંધ જગ્યા શૈધતા હતા તથા વસ્ત્રો પહેરવાને ચાહતા હતા, જ્યારે તાપસે લાકડાં બાળીને શીતનું નિવારણ કરતા હતા, ત્યારે ભગવાન મહાવીર ખુલ્લા સ્થાનમાં રહી શીત સહન કરતા હતા. કદાચ અત્યંત શીત પડતાં તે સહન કરવું વિકટ થતું, ત્યારે રાત્રિએ મુહૂર્ત માત્ર બહાર હરીફરીને સામ્યપણે રહેતા થકા પાછા અંદર બેસી તે શીત સહેતા હતા. લાટ દેશમાં વિહાર કરતાં મહાવીરને બહુ-અહુ પરિષહ સહન કરવા પડ્યા હતા. એ દેશમાં રહેવાને માટે તેમને બહુ હલકાં સ્થાને મળતાં. ત્યાંના લોકો તેમને મારતા; ભોજન પણ લૂખું મળતું અને લોકો કૂતરાને છૂછકારીને ભગવાનને કરવા માટે દોડાવતા; એવે વખતે ઘણું જ થોડા લોકો કૂતરાને કરડતાં નિવારતા. લાટ દેશના એક ભાગ વજીભૂમિના લેકે બહુ ક્રોધવાળા હતા અને સાધુને દેખી કૂતરાઓ વડે ઉપદ્રવ કરતા. બૌદ્ધ ભિક્ષુકો આ પ્રદેશના ભોમીયા હોવા છતાં તેઓ કૂતરાના ઉપદ્રવમાંથી બચવા માટે સાથે મોટી લાકડી રાખતા; તે પણ કૂતરાઓ તેમની પૂઠ પકડતા અને તેમને કરડતા. ત્યાંના નીચ લોકોનાં કડવા વચન પણ ભગવાને ખૂબ સહન કર્યા. એક વખત જંગલમાં ચાલતાં ચાલતાં સાંજ સુધી તેમને કોઈ ગામ મળ્યું નહિ. કોઈ ગામને પાધર તે પહોંચતા કે તુરત ત્યાંના અનાર્ય લોકો સામા આવી તેમને મારતા અને બોલતા કે “ અહીંથી દૂર જ રહે ” ઘણી વખતે લાટ દેશમાં લેકે ભગવાનને મૂઠીથી, ભાલાની અણુથી, પત્થરથી કે હાડકાના ખપરથી મારી મારીને પોકારે પાડતા, કોઈ વખતે ભગવાનને પકડી અનેક ઉપસર્ગો કરી માંસ કાપી લેતા અથવા તેમના પર ધૂળ વરસાવતા અથવા તેમને ઉંચા કરીને નીચે પાડતા અથવા આસનથી નીચે