________________
૩૮૯ એક વ્યક્તિને પાઠક-ઉપાધ્યાય તરીકે નીમવા જોઈએ: આચાર્ય કે ઉપધ્યાય વિનાને ગચ્છ–સંપ્રદાય શોભતો નથી. (૧૭૪)
વિવેચન–જેવું વેદાનુયાયીઓનું ગુરૂકુળ હોય છે તેવા જૈન સાધુએના ગુરૂકુળને ગચ્છ એવું નામ આપવામાં આવે છે અને એ સાધુસમુદાય નાના-મોટા ટોળાઓમાં સતત વિહાર કરતા રહેતા હોવાથી તે એક જંગમ ગુરૂકુળ રૂપ જ હોય છે. જે સાધુઓના મોટા સમુદાયની આચારાદિ વ્યવસ્થા જાળવવા માટે એક નાયક ન હોય તો તેથી એ સમુદાય સડે છે અથવા પતિત થવા લાગે છે, કે જેવી રીતે આગેવાન વિનાનું કે માર્ગદર્શક નેતા વિનાનું સૈન્ય આંધળું લેખાય છે. આવા એક નાયક તરીકે આચાર્યની સંસ્થાપના ગચ્છ-સંપ્રદાય કે ગુરૂકુળમાં કરવી જોઈએ કે જે બધા મુમુક્ષુએને નિયમનમાં રાખે, તેમના આચારાદિ ઉપર અંકુશ રાખે, માર્ગથી ભ્રષ્ટ થતાં તેમનું ધ્યાન દોરે અને સન્માર્ગમાં પુનઃ સ્થાપિત કરે, જરૂર પડતાં પ્રાયશ્ચિત આપે અને કેઈ સાધુ ઉભાગનો આગ્રહી જ હોય તો તેને ગચ્છ કે સંપ્રદાયથી બહિષ્કૃત પણ કરે. આવો નેતા કે નાયક હમેશાં શ્રેષ્ઠ સાધુતાથી કે શાસ્ત્રસંપત્તિથી યુક્ત હોવો જોઈએ કારણકે તેવી યોગ્યતા વિના તે પિતાની જવાબદારીને યથાર્થ રીતે અદા કરી શકતો નથી. આચાર્યની સાથે સંપ્રદાયમાં એક પાઠક કિંવા ઉપાધ્યાય પણ હોવો જોઈએ. આચાર્ય સર્વ શ્રેષ્ઠ હોવાથી અને શાસ્ત્રસંપત્તિથી યુક્ત હોવાથી નાના-મોટા સાધુઓને શાસ્ત્રાધ્યયન કરાવવા સમર્થ હોય છે, પરંતુ એ બધા કાર્યમાં તેને મદદ કરવા માટે ઉપાધ્યાયની જરૂર હોય છે કે જે સાધુઓના અધ્યયનનો ભાર ઉપાડી લે અને આચાર્યનો ભાર એ છે કરે. એ ઉપાધ્યાય શાસ્ત્રવેત્તા અને સમભાવી હોવો જોઈએ. આ રીતે ગચ્છ કે સંપ્રદાયમાં એક આચાર્ય અને એક ઉપાધ્યાય હોવા જોઈએ કે જેઓ સાધુસમુદાયને નિયમમાં રાખી તેમને આત્મકલ્યાણને માર્ગે સતત દર્યા કરે અને એ રીતે પરોપકાર કરે. અહો ! તેમની એ પરેપકારિતા કેટલી બધી મૂલ્યવાન છે ? પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવાના મહામંત્રમાં-–નવકાર મંત્રમાં પણ તેમને સ્થાન આપવામાં આવ્યું છેઃ નમો મારિયાળ, નમો વક્સાવાળું એ બે પદ કોણ નથી જાણતું ? (૧૭૪)
[ એમાંના આચાર્યની યોગ્યતા અને કર્તવ્ય કર્મને બેધ નિગ્ન બે કામાં કરવામાં આવે છે. ]