________________
૦૭
ધારણ કરવાને છે. દ્રવ્યથી મુનિ એવો અભિગ્રહ ધારણ કરે કે ભિક્ષામાં હું અમુક જ વસ્તુ ગ્રહણ કરીશ. ક્ષેત્રથી મુનિ અભિગ્રહ ધારણ કરે કે અમુક મર્યાદિત સ્થાનમાંથી જ તે વસ્તુ ગ્રહણ કરીશ. ક્ષેત્રથી અભિગ્રહ કરવામાં મુનિ ગોચરીના ૬ પ્રકારમાં કોઈ પ્રકાર મનમાં ધારી રાખે. (૧-૨) પેટી અને અર્ધ પેટીના આકારે અર્થાત ગામ અથવા શેરીને ચોખુણ કલ્પીને તેને ચારે ખૂણે આવેલાં ચાર ઘેર ભિક્ષાર્થે જવું તે. (૩) ગોમૂત્રિકા એટલે સર્પાકારે–અમુક ઘરો પડતાં મૂકીને અમુક ઘેરથી જ ભિક્ષા લેવી તે. (૪) પતંગ વિથીકા એટલે પતંગ ઉડે છે તેવી રીતે એક બીજાથી ઘણે દૂર આવેલાં ઘેર ભિક્ષાર્થે જવું તે. (૫) શખૂકાવ એટલે શંખના વળની પેઠે અમુક ઘર પડતાં મૂકી અમુક ઘેર ભિક્ષા માંગવી તે. (૬) આયતમા પ્રત્યાગત એટલે અમુક અંતર સુધી સીધા ગયા પછી પાછા ફરીને અમુક અમુક ઘેર ભિક્ષા માંગવી તે. મુનિ કાળથી અભિગ્રહ ધારણ કરે એટલે અમુક વખતે જ આહાર ગ્રહણ કરે; અને ભાવથી અભિગ્રહ ધારણ કરે એટલે મનમાં એમ ધારે કે–મને કોઈ વાસણમાંથી લઈને કોઈ વસ્તુ વહરાવે તે લઉં, કિંવા વાસણમાં નાંખતાં નાંખતાં વહોરાવે તો લઉં, કિંવા નાંખીને પાછી કાઢી વહેરાવે તો લઉં, કિંવા બીજને આપતાં આપતાં વહરાવે તે લઉં, કિંવા બતાવીને આપે તો લઉં, ઇત્યાદિ. આ પ્રકારની ભિક્ષાચર્યાથી આહાર સંબંધી વિશિષ્ટ સંયમને મુનિ કેળવી શકે છે, અને એ જ તેની તપશ્ચર્યા છે. બીજાં તપે નિયત છે, ત્યારે આ તપ અનિયત છે. ઉક્ત દ્રવ્યાદિથી ધારેલો અભિગ્રહ ક્યારે પૂરો થાય તે કહી શકાય નહિ. તેથી જ તે અનિયત તપશ્ચયી લેખાય છે. અભિગ્રહધારી મુનિઓને દિવસોના દિવસે સુધી એષણીય આહાર નહિ મળ્યો હોવાનાં દષ્ટાંત શાસ્ત્રમાં નેધાએલાં છે.
એક રસનેંદ્રિયને અતૃપ્ત રાખવાથી પ્રમાદ થતા અટકે છે, નીરોગી થવાય છે, અને બીજી સર્વ ઇકિયે પિતપતાના વિષયથી નિવૃત્ત થાય છે, તેટલા માટે સંયમીને માટે રસપરિત્યાગ એ મહત્ત્વનું તપ છે. દિયા ગયે શરઃ