________________
૪૫ વિનયના સાત પ્રકારે કહેલા છે. જ્ઞાનને વિનય, દર્શનને વિનય, ચારિત્રને વિનય, મનથી વિનય, વચનથી વિનય, કાયાથી વિનય અને લોકોપચાર વિનય. સર્વ પ્રકારના જ્ઞાનીઓને વિનય કરવો તે જ્ઞાન વિનય. ગુરૂજનોની શુશ્રષા કરવી અને અનાશાતના કરવી તે દર્શન વિનય. પાંચ પ્રકારના ચારિત્રનો વિનય કરવો એ ચારિત્ર વિનય. મનથી વિનય કરવો તે મન વિનય, વચનથી વિનય કરે તે વચન વિનય અને કાયાથી વિનય કરવો તે કાય વિનય. દેશ-કાળ-ભાવને અનુકૂળ રહી ગુરૂઆદિ પ્રત્યે શુભ પ્રવૃત્તિ કરવી તે લેકપચાર વિનય. આ સાતે પ્રકારનો વિનય આદરવાયોગ્ય છે, છતાં ગ્રંથકારે દર્શન વિનય ઉપર ખાસ ભાર મૂકયો છે, એટલે આપણે વિનયના એ ભેદમાં વિશેષ ઉંડા ઉતરીશું. દર્શને વિનયના મુખ્ય બે ભેદ શુશ્રષા વિનય અને અનાશતના વિનય છે, એટલે લોકના ઉત્તરાર્ધમાં આ બેઉ મુખ્ય ભેદનો સમાવેશ કરેલ છે. ગુરૂ બહારથી આવે ત્યારે ઉઠીને ઉભા થવું, આસન માટે આમંત્રણ કરવું કિંવા જ્યાં બેસે ત્યાં આસન બિછાવી આપવું, સત્કાર સન્માન–વંદના–આગતાસ્વાગતા, હાથની અંજલિ જેડીને નમસ્કાર, અને જતી વખતે વળાવવા જવું, એ સર્વ પ્રકારે ભક્તિપૂર્વક શુશ્રષા કરવી તે શુશ્રષા વિનયના પ્રકારે છે. અરિહંત, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંધ, ક્રિયાવંત, સ્વધર્મી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ પંદરની આશાતના કરવી નહિ; તેમની ભકિત માનપૂર્વક કરવી અને તેમનાં ગુણ-કીર્તિને પ્રકાશિત કરવાં, એવી રીતે ૪૫ પ્રકારનો અનાશાતના વિનય સૂત્રગ્રંથમાં કહેલ છે.
મનુસ્મૃતિમાં ગુરૂ પ્રત્યે શિષ્ય દાખવવા જોઇતા વિનય સંબંધે કહ્યું
शय्यासनेऽध्याचरिते श्रेयसा न समाविशेत् । शय्यासनस्थश्चैवैनं प्रत्युत्थायाभिवादयेत् ॥ ऊर्य प्राणायुत्क्रामन्ति यनः स्थविर आयति ।
प्रत्युत्थानाभिवादाभ्यां पुनस्तान्प्रतिपद्यते ॥
અર્થાત––ગુરૂની શયા તથા આસન પર પરોક્ષ અથવા પ્રત્યક્ષ કદાપિ બેસવું નહિ, અને પોતાની શયા તથા આસન પર બેઠા હોઈએ અને ગુરૂ