________________
૪૧૪ દાયની બહાર રહીને તપ કરવું. ગુરૂ કહે તેવી રીતે આમાંનું એક કિંવા વધુ પ્રકારનું તપ કરવાથી પ્રાયશ્ચિત્ત થાય અને એ રીતે શુદ્ધિ પ્રાપ્ત થાય. * [ હવે બીજા વિનય રૂપી અભ્યતર તપ વિશે કહે છે. ]
જિનાઃ ૨૮૪ 1 मूलं धर्मतरोः किलास्ति विनयः सप्तप्रकासे मतः। सेव्यः सर्वविधोऽपि दर्शनगतो भेदो विशेषेण वै॥ उत्थानासनदानवन्दननमस्कारैश्च भक्त्यादिभि । गुर्वादौविनयःक्रियेत मुनिभिस्त्यक्त्वाऽखिलाऽऽशातनाः
વિનય, | ભાવાર્થ –ધર્મરૂપી વૃક્ષનું મૂળ વિનય છે, તેના સાત પ્રકારો છે, તે બધા સેવવાયોગ્ય છે. પણ તેમાં દર્શનગત ભેદ એટલે દર્શન વિનય વિશેષે કરીને સેવવાચોગ્ય છે; દીક્ષિત મુનિએ ગુરૂઆદિની બધી આશાતના દૂર કરીને ગુર્વાદિક બહારથી આવે ત્યારે ઉઠીને ઊભા થવું, બેસવાને આસન આપવું, વંદના નમસ્કાર કરવાં, ભક્તિ-બહુમાનાદિથી વિનય કરે તે અભ્યતર તપને બીજો પ્રકાર સમજવો.
વિવેચન—“વિનય વેરીને પણ વશ કરે ” એવું કહેવત છે; વશીકરણના મહામંત્ર રૂપી વિનય એ કાંઇ સામાન્ય વસ્તુ ન હોય. ગ્રંથકાર વિનયને ધમતરોઃ મૂરH-ધર્મરૂપી વૃક્ષના મૂળ તરીકે ઓળખાવે છે કે જેવી રીતે શ્રી વીર ભગવાને શાસનના મૂળરૂપે વિનયને ઓળખાવતાં કહ્યું છે
विणयो सासणे मूलं विणयो निव्वाणसाहगो। विणायाओ विष्पमुक्कस्स कओ. धम्मो को तवो ॥
અર્થાત–વિનય એ શાસનનું મૂળ છે, વિનય નિર્વાણપ્રાપ્તિમાં સહાયક થાય છે, જે વિનયથી રહિત છે તેનામાં ધર્મ ક્યાંથી અને તપ પણ ક્યાંથી ? તાત્પર્ય એ છે કે વિનય એ ધર્મને પા છે. ઉવવાઈ સૂત્રમાં