________________
૩૭
जहा महा तलागस्स संनिरुद्ध जलागमे। उस्सिंचाए तवणाएं कम्मेण सोसणा भवे ॥ एवंतु संजयस्सावि पावकम्म निरासवे ।
भवकोडी संचियं कम्मं तवसा निज्जरिज्जइ ॥ અર્થાત–જેમ કોઈ મોટા તળાવના પાણું આવવાનો માર્ગ રૂંધી રાખવાથી અને તે તળાવના ઉપયોગ તથા સૂર્યના તાપથી તે ધીમે ધીમે શોસાઈ જાય છે, તેવી રીતે સાધુ જે પાપકર્મને આવવાને માર્ગ રૂંધે અને તપ કરે તે કોટિ ભવમાં તેને લાગેલાં કર્મની નિર્જરા થઈ જાય. મનુ પણ કહે છે કે તારા મધું હૃતિ-તપથી મનને મેલ નાશ પામે છે એટલે આત્યંતર શુદ્ધિ થાય છે. શ્રદ્ધાવાન મત્તે જ્ઞાન તારઃ સંક્રિય: અર્થાતશ્રદ્ધાવાન પુરૂષ જે જ્ઞાનની પાછળ લાગે અને ઇન્દ્રિયનિગ્રહરૂપ તપને આશ્રય લે તો તે જ્ઞાન તેને પ્રાપ્ત થાય છે. આ રીતે જ્ઞાન અને ભક્તિરૂપી બીજને પ્રતિકૂળ હોય તેવા મનરૂપી ખેતરને અનુકૂળ બનાવવાને તપનું અનુષ્ઠાન કરવું જોઈએ; એવા અનુષ્ઠાનથી જ ચિત્તક્ષેત્રમાં જ્ઞાન–ભક્તિનાં બીજને અંકુર ફૂટે છે અને સ્વાધ્યાય તથા ધ્યાનમાં રૂચિ પણ ઉત્પન્ન થાય છે. પતંજલિ પણ આ જ વિધાનને પુષ્ટિ આપતાં કહે છે કે તપ: સ્વાખ્યાશ્વરળિધાનાનિ ચિાવો: અર્થત–તપશ્ચર્યા, સ્વાધ્યાય અને ઈશ્વરનું પ્રણિધાન એટલે ધ્યાન એ જ ક્રિયાયોગ છે. આ જ ક્રિયાયોગનું પ્રતિપાદન તે આ અને હવે પછી આવતા પરિચ્છેદમાં ગ્રંથકારનું લક્ષ્ય રહેલું છે. (૧૭૮).
| | તપ એ શરીરને વિષય છે અને ઇન્દ્રિયનિગ્રહ એ મનનો વિષય છે, તથા મુકિત તે મન દ્વારા જ પ્રાપ્ત થવી જોઈએ; તે તપથી મનને કેવી રીતે લાભ થાય? આવી સ્વાભાવિક શંકાનું નિરસન ગ્રંથકાર નિમ્ન વડે કરે છે.]
बाह्यतपसोऽभ्यन्तरतपःप्रवेशः । १७९॥ आरभ्याऽनशनाच्च बाह्यतपसो गन्तव्यमभ्यन्तरे। वैयावृत्यपथेन शान्तिनिरतैर्युत्सर्गनिष्ठावधि ॥