________________
૮૭
સાધુ છે.” નિશ્ચય નયે તે તે જ સાધુ છે કે જેણે સાચે સંયમ સાધીને આત્માને ઉન્નતિપથગામી કર્યો છે, જેણે કર્મોની નિર્જરી કરી ગુણસ્થાનકની ઉચ્ચ શ્રેણીમાં ડગલું મૂક્યું છે અને જેણે નવું કર્મબંધન અટકાવ્યું છે.
શંકા—વ્યવહાર દષ્ટિએ દેખાતે સાધુ નિશ્ચયદષ્ટિએ સાધુ હોય કિંવા ન પણ હોય, તો વ્યવહાર દષ્ટિની ઉપયોગિતા શી અને શા માટે સાધુનાં બાહ્ય લક્ષણોને, આચારને, વેષનો, એ બધે ખટાટોપ કરવો જોઈએ? આત્મોન્નતિનો સાચો સાધક હોય પણ કદાચ તે સાધુતાનાં બાહ્ય લક્ષણો પૂરાં ન પાળતો હોય, તેથી કાંઈ તે અસાધુ નથી, તો પછી આ બધું બાહ્ય લક્ષણોનું વિધાન શું નિરૂપયોગી ઠરતું નથી ?
સમાધાન–ના, તે ઉપયોગી છે. ઉન્નતિના કોઈ પણ માર્ગનું જ્યારે અંકન કરવાનું હોય છે, ત્યારે સામાન્ય સમાજના અપવાદરૂપકોઈ વિશિષ્ટ શક્તિસંપન્ન વ્યક્તિઓને દૃષ્ટિ સમીપે રાખીને તેવું અંકન થતું નથી, પણ સમાજની સાધારણ વ્યક્તિઓને દૃષ્ટિ સમીપે રાખીને તેમને ઉન્નત કરવા માટેના માર્ગનું જ રેષાંકન થાય. આ રીતે સાધુઓના કર્તવ્યનું રેષાંકન આ બધા આચાર દ્વારા કરવામાં આવ્યું છે, તે સામુદાયિક દૃષ્ટિએ જ કર્યું છે અને તેમાંને આચાર વિશિષ્ટ શક્તિને ધણી એવા કોઈ પુણ્યશીલ આત્માને નિરૂપયોગી પણ હોય, પણ તેથી તેની વ્યાવહારિક ઉપયોગિતા ઓછી થતી નથી, એ બધે નિરર્થક ખટાટોપ નથી અને સામાન્ય જનસમુદાયના સંયમને પોષે તેવા જ પ્રકારનાં એ લક્ષણો અને આચાર ગોઠવેલા છે. અનુભવે તેની ઉપયોગિતા સિદ્ધ પણ કરી આપેલી હોવાથી સાધુઓને માટે એ વ્યવહાર દૃષ્ટિનો ત્યાગ કરવો હિતકર નથી. વ્યવહારના “સમાનાશ્રિત” માર્ગને માટે તેની ઉપયોગિતા ગ્રંથકારે આ લેકમાં કહી છે તેમાં પણ વસ્તુત આ જ અભિપ્રાય રહેલો છે. વ્યવહાર દૃષ્ટિની પ્રધાનતાને લીધે બાહ્યાચારી કુસાધુઓ સાધુરૂપે એાળખાય એ સંભવિત છે, પરંતુ એટલા આચારનું બંધન પણ જે દૂર કરવામાં આવે, તો કશે પણ બાહ્યાચાર પાળ્યા વિના નિશ્ચય દષ્ટિના સાધુ કહેવડાવનારા દાંભિકોથી આ જગત જરૂર