________________
૩૪
उपाध्यायकर्त्तव्यम् । १७७ ॥ पाठ्याः पुत्रदृशा सदैव मुनयः सर्वेऽपि विद्यार्थिनो। नो चौर्यं न च पक्षपातकरणं तत्त्वार्थपाठे कदा ॥ सच्छैल्या पठनाहशास्त्ररचना कार्या पुनर्नव्ययोपाध्यायेन विचक्षणेन समये स्वीये परस्मिस्तथा ॥
ઉપાધ્યાયનું કર્તવ્ય, ભાવાર્થ તથા વિવેચન—ઉપાધ્યાયનું કાર્ય મુખ્યત્વે કરીને પાઠકનું એટલે મુમુક્ષુ સાધુ વિદ્યાર્થીઓને શાસ્ત્રપઠન કરાવવાનું હોય છે; એટલે ઉપાધ્યાય શાસ્ત્રપારંગત હોય, સ્વસમય-સ્વદર્શનમાં અને પરસમય-પરદર્શનમાં પણ તે નિષ્ણાત હોવો જોઈએ તે તે નિસંશય છે; પરતુ પિતાનું જ્ઞાન બીજા સાધુઓને આપતાં–તેમને ભણાવતાં તેણે એવી રીતે જોવું જોઇએ કે જેવી રીતે એક વત્સલ પિતા પોતાના પુત્રો તરફ જેતે હોય. સુજ્ઞ પિતા સ્વાભાવિક રીતે પુત્રો પ્રત્યે સુકોમળ દષ્ટિવાળા હોય છે અને તે પુત્ર-પુત્ર વચ્ચે ભેદ કે પક્ષપાત કરતું નથી, સૌ તરફ સમદષ્ટિથી જુએ છે; તેવી રીતે ઉપાધ્યાયે સમદષ્ટિથી સર્વ વિદ્યાર્થીઓને શાસ્ત્રીય તત્ત્વોનું જ્ઞાન આપવું જોઈએ; વિદ્યાથથી જ્ઞાન ચોરી રાખવું ન જોઈએ, અર્થાત–શાસ્ત્રનો અર્થ ગોપવો ન જોઈએ તેમજ કોઈને વધુ શિક્ષણ ને કોઈને ઓછું એવો ભેદ કરવો ન જોઈએ. શાસ્ત્રીય ત જાણનારને જેમ સુગમ પડે તેમ નવી નવી શૈલીથી ભણવાયોગ્ય શાસ્ત્રોની રચના કરવી : એ જ એક વિચક્ષણ ઉપાધ્યાયનું સાધુસમાજ પ્રત્યેનું કર્તવ્ય કર્મ છે. (૧૭૭)