________________
૩૮૮
प्रमादविजयार्थ समयमर्यादा । १७० ॥ यावत्पञ्चविधप्रमादविजयो न स्याद्गुणारोहणं । तावन्नैव मुनेस्ततः प्रतिदिनं रुन्ध्यात्प्रमादाश्रवम्॥ तद्रोधाय तडागसेतुसदृशी बद्धा जिनेन्द्ररियं । मर्यादा समयस्य रात्रिदिनयो रक्ष्या च सा सर्वदा ॥
પ્રમાદ ટાળવાને સમયની મર્યાદા. ભાવાર્થ અને વિવેચન–પ્રમાદ પાંચ પ્રકારના છેઃ મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. એ પ્રમાદો ઉપર જ્યાં સુધી જય મેળવી શકાતે નથી, ત્યાંસુધી ગુણસ્થાનની ઉપલી શ્રેણી ઉપર ચઢી શકાતું નથી. જૈન શાસ્ત્રાનુસાર જ્યાં સુધી પ્રમાદ છૂટતો નથી ત્યાં સુધી એકંદરે ૧૪ માંના ૬, ૭, ૮, ૯ ગુણસ્થાનથી ઉપર ચઢી શકાતું નથી; અર્થાત આત્મનિર્મળતાની સાધનાનો પ્રમાદથી અવરોધ થવા પામે છે. તેટલા માટે પ્રમાદ રૂપી આશ્રવને જ મુનિએ રોકવાની જરૂર છે. આશ્રવ એટલે પાપનાં આગમનનું દ્વાર. એ કારને એવી રીતે બંધ કરવું જોઈએ કે જેવી રીતે પાણીને રોકવા તળાવની પાળ બાંધવામાં આવે છે. આવી પાળની રચનાની આવશ્યકતા વિચારીને જિને ભગવાને સાધુ-મુનિ માટે રાત્રિ-દિવસના નિત્યકર્માની મર્યાદા કહેલી છે, કે જે નિત્યકર્મ પૂર્વ બે શ્લેકમાં કહી જવામાં આવ્યાં છે. જે એ નિત્યકર્મનું યથાવિધેિ પાલન કરવામાં આવે છે. તેથી પ્રમાદ હઠે અને સાધકની સાધના પણ વિજય સાથે પ્રગતિમાન થાય; તેટલા માટે પ્રમાદનું પ્રવેશદ્વાર બંધ કરવા રૂપી એ નિત્યકર્મને સાધુએ સર્વથા અનુસરવામાં જ તેનું સાચું હિત રહેલું છે.(૧૦૦)
[ નિત્યક્રમના પાલનમાં વિશેષતઃ તેના હેતુનું પાલન કરવા તરફ દષ્ટિ રાખવાનું સૂચવતાં ગ્રંથકાર કાલક્રમના ઉલ્લંઘન સમયે નિત્યક્રમનો હેતુ જાળવવાને શું કરવું ઘટિત છે તેનું નિદર્શન કરે છે.]
- कालक्रमोल्लङ्घनेऽपि कालमानस्यनोल्लङ्घनम् । १७१॥ देशाचारविशेषतो मधुकरीकाले यदि व्यत्ययस्तत्रापि प्रहरद्वयं तनुकृते निद्राशनादिक्रिया ।।