________________
૩૧
(૭) અરતિ—અપરિગ્રહ દશામાં સંયમનો નિર્વાહ કરતાં અને ગામેગામે ક્રૂરતાં કાંઇ કાંઈ કષ્ટો વેઠવાનો સમય પણ આવે, તે વખતે મુનિ અતિ ધારણ કરે નહિ અર્થાત્ તે અધીરા બની જાય નહિ, પરન્તુ તેવા પરિષદ્ધ તેણે સહન કરી લેવેા.
(૮) સ્ત્રી—સંસાર છેડતાંની સાથે મુનિ સ્ત્રીને અને વિષયસ્મરણને પણ છેાડેજ છે; પરન્તુ સંયમ ધારણ કર્યાં પછી કદાચ એકાંતમાં કે અન્યથા સ્ત્રી—આદિનો પ્રસંગ પડે, તે તે પ્રસંગને મનોદમનપૂર્વક નિભાવી લે અર્થાત્ મનને ચલિત થવાદે નહિ પરન્તુ પ્રસંગને વેઠી લે, તે સ્ત્રી પરિષહ.
(૯) ચર્ચા—પગે ચાલીને પ્રવાસ કરવા એટલે ચર્યાં. આવી ચાઁ કરતાં થાક લાગે, આહારાદિ વિષયક અગવડે વેઠવી પડે, કદાચ એવી ભટકતી જીંદગીથી કંટાળા પણ આવે પરન્તુ મુનિ એવી ચર્યાંથી ચિત્તમાં જરાએ ખિન્ન ન થાય અને ચર્યાનો પરિષદ્ધ વેઠી લે, તથા સ્થળે સ્થળે વિહાર કરી વહેતા જળના જેવા નિળ ચારિત્ર્યને પાળે.
(૧૦) એકાસન સ્થિતિ—આ પરિષદ્ધને શાસ્ત્રમાં ‘નિસીહિયા’ શબ્દથી સમજાવેલા છે. સ્વાધ્યાયાદિ પ્રસંગે ચિત્ત ચેાડીને એક ને એક સ્થાને બેસી રહેવું પડે, હરી ફરી શકાય નહિ, એવી લાંબા વખતની એકાસન સ્થિતિથી કંટાળી મુનિ જરા પણ ધીરજ ન મૂકે, તેમ જ કાઈ સ્થાન એવું હાય કે જ્યાં સ્થિર જ બેસી રહેવું પડે અને હરફર કરવાથી જીવેાની હિંસા થાય, તે ત્યાં પણ એકાસન સ્થિતિ મુનિ સમભાવે સહન કરે.
શમ્યા આદિના પરિષહે.
(૧૧) શય્યા—‘શય્યા' એટલે આશ્રયસ્થાન, જેને આ શ્લાકમાં ગ્રંથકારે ‘વસતિ' શબ્દ વડે એળખાવેલું છે. ગામે ગામ વિહાર કરતાં કાઈ સ્થળે મુનેિને ઉતરવા–રહેવા માટે સારૂં સ્થાન ન મળે, કિવા કશું સ્થાન ન મળવાથી વૃક્ષ નીચે રહેવું પડે, તાપણુ તે પાતાના ચિત્તમાં વિષાદનો ઉદય થવા દે નહિ એ શય્યા પરિષહ.
(૧૨) આક્રેશ—કાઈ માણસ આવીને મુનિને આક્રોશવચનો-ક શ વચનો