________________
૩૭૦ (૨) તૃષા–સુધાની પેઠે તૃષાનો-તરસની પરિષહ પણ વેઠવાનો એક મુનિને માટે સમય આવે છે. જેમ વિશુદ્ધ આહારના પદાર્થો મળવામાં મુશ્કેલી પડે છે, તેમ અચિત્ત-વિશુદ્ધ પાણી પણ કોઈ વાર કઈ સ્થળે પ્રાપ્ત થતું નથી, તે સમયે સમતાપૂર્વક મુનિએ તૃષાનો પરિષહ સહન કરવો, પરન્તુ મનથી વ્યાકુળ થવું નહિ કે નદી-કૂવામાંથી સચિત્ત જળ પીવાનો સંકલ્પ સરખોએ કરવો નહિ.
(૩–૪) ટાઢ-તાપ–શિયાળામાં સખ્ત ટાઢ પડે અને ઉનાળામાં સખ્ત તાપ પડે, છતાં એ ટાઢ અને તાપનો મુનિ પરાજય કરે. આ પરાજ્ય ૌર્યેા અને ગામનઃ વસ્ત્રા કરે જોઈએ, નહિ કે શીત કાળમાં મુનિ અગ્નિથી શરીરને તપાવવાનો અને ઉષ્ણ કાળમાં પંખાથી વાયુ નાંખીને કે પાણીથી સ્નાન કરીને શરીરને સુખ ઉપજાવવાનો સંકલ્પ પણ તે કરે. ટાઢ અને તાપનો ઉપસર્ગ સમતાભાવથી વેઠી લે એ જ તેમનો પરાજય છે અર્થાત મુનિને પરિષહ છે.
આ મચ્છર આદિના પરિષહો. (૫) દંશ—કઈ સ્થળે ડાંસ, મચ્છર આદિનો ઉપદ્રવ હોય અને એવા જંતુઓ ઉડતાં ઉડતાં મુનિના શરીર ઉપર આવીને બેસે તથા દંશ દે, તો પણ તેથી મુનિ ગ્લાનિ કરે નહિ કિંવા એ શુદ્ર જંતુઓ ઉપર ક્રોધ કરે નહિ કે તેમને હણવાનો વિચાર સરખોએ કરે નહિ. એ પરિષહ ત્યારે જ સિદ્ધ થયેલ લેખાય કે જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે તે મુજબ કટ્ટર દળે પળે મુલતે મંબિ –પોતાનું માંસ અને લેહી જંતુઓ ખાઈ જાય છતાં તે સર્વ સહન કરવું પરંતુ તેમને હણવા નહિ.
(૬) વસ્ત્રાલાભ-–વસ્ત્રોની તાણ પડે અને નવાં વસ્ત્રો કોઈ વહોરાવે નહિ, તો પણ તેથી મુનિ દીનતા સેવે નહિ–અર્થાત કોઈ મને નવાં વસ્ત્રો વહેરાવીને મારી વસ્ત્રોની તંગી મટાડે તે ઠીક એવો વિચાર તે કરે નહિ. વસ્ત્રાલાભથી કદાચિત અચેલ દશા આવી જાય તો પણ એ પરિષહ ગ્લાનિ પામ્યા વિના વેઠી લેવો એ મુનિનો ધર્મ છે.