________________
ર
સંભળાવે તેપણુ શાન્ત મુનિ તે વચનો સાંભળીને તેની ઉપર એકદમ ક્રોધ ન કરે, પરંતુ એવી ભાષા બોલનારને અજ્ઞાન બાળક સમાન માની. તેને ક્ષમા કરે કિંવા માધ્યસ્થ વૃત્તિથી તેને અવગણે, અર્થાત મુનિને યોગ્ય મૌનનું સેવન કરે.
(૧૩) વધ બંધન–સાધુને કોઈ માર મારે કે તેને બાંધે કે તેનો વધ કરે, તોપણ સાધુ તે માણસનો દ્વેષ ન કરે કિંવા મનમાં ખિન્ન ન થાય પણ એ કષ્ટ સમતાભાવે વેઠી લે, અને એવું ચિંતન કરે કે ન0િ નીવર્ક્સ નાસત્તિ-અર્થાત-આ લોકે મને મારે છે કિંવા મારી નાંખે છે, પણ તેથી મારા શરીરનો નાશ થશે, કાંઈ મારા જીવનો નાશ થવાનો નથી. (આ પરિષહને માટે પૂર્વે સ્કધાચાર્યના પાંચ સે શિષ્યોનું જે દૃષ્ટાંત આપેલું છે તે જાણીતું છે.)
(૧૪) યાચના—ગમે તેવો મોટો રાજા કે ધનવાન વેપારી હોય પણ તે સાધુપદ અંગીકાર કરે, એટલે તેણે પોતાને જોઇતાં ઉપકરણે બીજાઓ પાસેથી યાચવાં જ જોઈએ. યાચનાથી બધી વસ્તુઓ મળવી મુશ્કેલ છે એટલે ઘણી વાર યાચના નિષ્ફળ પણ જાય, છતાં યાચના વિના કશું મળી શકતું નથી એટલે યાચના તે કરવી જ પડે. પણ તેવી યાચના કરતાં કે ભિક્ષા માંગતાં સાધુ મનમાં લજ્જા ન રાખે કિંવા પૂર્વાશ્રમના ઉચ્ચ કુળને કે મોટા અધિકારનો ખ્યાલ કરીને એવું ન વિચારે કે-“ક્યાં સાધુ થયો? આ કરતાં તે ગૃહસ્થાશ્રમ સારે.” આ રીતે યાચના કરવી કે ભિક્ષાટન, કરવું તે પણ પરિષહરૂપ છે.
(૧૫) અલાભ–યાચના કરવા છતાં કોઈ વસ્તુ નથી મળતી, તેથી સાધુ મનમાં નિરાશ કે ખિન્ન ન થાય; પરંતુ આજે ન મળ્યું તે કાલે મળી રહેશે એવા સંતોષપૂર્વક તે અલાભનો પરિષહ સહન કરે.
(૧૬) રેગ–શરીરમાં કાંઈ રોગનો ઉદય થાય તે પણ મુનિ પોતાના શરીરની ચિંતા ન કરે, અર્થાત વૈદક સારવાર કે ઉપચારને માટે ઈચ્છા કે અધીરાઈ ન બતાવે; પરંતુ શાન્ત ભાવે અને પ્રસન્ન મુખે તેણે દેહપીડાનો પરિષહ સહન કરવો.