________________
૩૬૪ આ સુખસાધન વસ્તુતઃ પ્રમાદને પોષનારાં જ સાધન બને છે. “ઉંધ ન જૂએ તૂટી ખાટ ” એવું એક કહેવત છે, તે સ્વાભાવિક રીતે ઉભરાતી નિદ્રા માટે છે, જ્યારે જેઓ આબે દિવસ પ્રમાદ કે સુસ્તીમાં ગાળે છે તેમને સવામણ રૂની તળાઈમાં આળોટી આળોટીને મહાપરિશ્રમે ઉંધા લાવવી પડે છે. સંયમીને ઉંધા માટે સુખસાધન ન હોવું જોઈએ એટલે કે તેમને પલંગ, ઢોલી, ખાટ, આરામખુરશી ઇત્યાદિ ન હોવાં જોઈએ, કિન્તુ કાષ્ઠની કઠોર પાટ કે ભૂમિ કે દર્ભની પથારી હોવી જોઈએ, અને તેની ઉપર તેમને પૂરી નિદ્રા મળવી જોઈએ; અર્થાત તેવી શયામાં નિદ્રા મળે તે માટે તેમણે સ્વલ્પ પણ શારીરિક-માનસિક પ્રમાદ ન સેવ જોઈએ. રામમિતરું એ જ યોગીને માટે નિદ્રાનું સાધન હોય. એથી પ્રમાદ આવતું નથી અને દિવસે પ્રમાદ સેવવાની ઈચ્છાનું પણ નિવારણ થાય છે. વળી નરમ ગહેલા કે નેતરમાં ભરેલાં આરામાસનો વગેરેમાં જંતુઓ ભરાઈ રહે છે અથવા ઉત્પન્ન પણ થાય છે. એવાં આસનોમાં સૂવું બેસવું સંયમને માટે નિષિદ્ધ હોય એ સ્વાભાવિક છે.
દષ્ટાંત–મેવાડના શિશાદિયા રાણા પ્રતાપને મોગલનું આક્રમણ થતાં થોડા સૈનિકે સાથે વનમાં નિવાસ કરવો પડ્યો, ત્યારે મોગલો પાસેથી પિતાની માતૃભૂમિ પાછી જીતી લેવાનું સતત ચિંતન તેના અંતઃકરણમાં રહ્યા કરતું હતું. દંતકથા એવી છે કે આ કર્તવ્યનિષ્ઠા તેને મન સર્વોપરિ હતી એટલે તેણે સર્વ શારીરિક સુખોનો ત્યાગ કર્યો હતો, કાર
કે જે તે શારીરિક સુખમાં મગ્ન બની જાય છે તે પ્રમાદવશતઃ પિતાના કર્તવ્યને વિસરી જાય એવું તે સમજતો હતો. સુખશય્યા પણ પ્રમાદની જનેતા હોવાથી તે વનનિવાસમાં ભેચે દર્ભ પાથરીને નિદ્રા લેતે. જે વનમાં તેણે સુંવાળા નરમ ગદેલા ઉપર નિદ્રા લેવાની ઈચ્છા કરી હોત, તે તેની પ્રાપ્તિ તેને માટે અશક્ય નહોતી. તે વનમાં અનેક સૈનિક, અનુચરો અને સ્વામિનિષ્ઠ સેવકોની સાથે રહેતા હતા એટલે તેઓની દ્વારા તેને સુખસાધનો પણ મળી શકે તેમ હતું, પરનું કર્તવ્યનિષ્ઠામાં જરા પણ પ્રમાદ ન પેસી જાય અને મેવાડની સ્વતંત્રતાનું જ સતત ચિંતન