________________
ઉ૫૫.
શિષ્ય જ નગરમાંથી માધુકરી લાવો અને ગુરૂ શિષ્ય એક વાર ભજન કરી નિત્યકર્મ, અધ્યયન, ધ્યાનાદિમાં સમય ગાળતા. કાન એ એક એવી ઈકિય છે કે તે અનિચ્છાએ પણ વિષયને ગ્રહણ કરે છે. ધર્મશાળાના રક્ષકની નવી સ્ત્રી અને તેની એક જુવાન પુત્રી રોજ ઘરમાં બેઠાં બેઠાં અવનવાં ગીત ગાતી, તે શિષ્યના કાનમાં આપોઆપ પ્રવેશવા લાગ્યાં, કારણકે બેઉ ખંડની વચ્ચે માત્ર એક દિવાલ જ આડી હતી. શિષ્ય પ્રાણાયામ કે ધ્યાન કરવા બેસે, ત્યારે પણ તેનું ચિત્ત એ મધુર કંઠનાં ગીતે તરફ વળવા લાગ્યું અને થોડા દિવસમાં તો તે ગીતની માધુરી તેને એટલી આકર્ષક થઈ પડી કે એ ગીત ગાનારી સ્ત્રીઓનાં મુખનું દર્શન કરવાની ઈચ્છા તેને થવા લાગી. આ ઈચ્છાને તૃપ્ત કરવા એક વાર શિષ્ય એ રક્ષકને ઘેર જ માધુકરી માટે ગયો. રક્ષકની પુત્રીએ ભાવપૂર્વક તેને માધુકરી આપી, તે સમયે તેની અને શિષ્યની આંખ મળી. એ જ ક્ષણે શિષ્યને નેત્રવિકારે મહાત કર્યો. પછી તે રોજ રજ રક્ષકને ઘેર માધુકરી માટે જવા લાગ્યું અને એ જુવાન બાળાનું દર્શન કરી આનંદ પામવા લાગ્યો. શિષ્યના ચિત્તની ચલિતાવસ્થા કેટલેક સમયે ગુરૂના જાણવામાં આવી, એટલે તેમણે એ સ્થાનનો ત્યાગ કરવાની તૈયારી કરી, પરંતુ શિષ્યને તે એ સ્થાનનું મમત્વ ઉત્પન્ન થઈ ચૂક્યું હતું એટલે તેણે એ જ સ્થાને રહેવાનો આગ્રહ પકડી રાખે. ગુરૂએ શિષ્યને પિતાને સંન્યાસીધર્મ સમજાવ્યો પણ શિષ્ય માન્યું નહિ, એટલે ગુરૂ ચાલ્યા ગયા અને શિષ્ય એ સ્થાનમાં એકલે રહેવા લાગ્યો. દિવસ પછી દિવસ જવા લાગ્યા. એક વાર કોઈ કારણ પ્રસંગે રક્ષકની નવી સ્ત્રી અને તેની પુત્રી લડી પડ્યાં અને એક બીજાને ગાળો દેવા લાગ્યાં. રક્ષક આવ્યો, તેને તેની સ્ત્રીએ ઉધું ઉધું સમજાવ્યું એટલે તેણે પુત્રીને શિક્ષા કરી. મમત્વથી પક્ષપાતવાળા થએલા શિષ્યને એ બાળાની દયા આવી અને એક એકાંત પ્રસંગે તેણે એ બાળાને કહ્યું કેઃ “હે સુંદરી! પિતાના ઘરમાં આવો કલેશ વેઠવા કરતાં તું મારી સાથે આવે, તો હું તારે નિર્વાહ કરીશ અને મારી પાસે કશું દુઃખ તને પડશે નહિ” સરળ સ્વભાવની એ બાળા પિતાની નવી માતાથી અને ક્રૂર પિતાથી કંટાળી હતી, તેને શિષ્યનાં આવાં