________________
૩૫૪
કરણીને અર્થે બંધાવવામાં આવેલું હોય છે, મુનિઓને માટે જ બંધાવેલું હોતું નથી, એટલે મુનિઓને માટે એવું સ્થાન એષણીય જ લેખાય, છતાં કેટલાકે તેવા સ્થાનમાં દોષ જુએ છે, અને તેથી ઉપાશ્રયમાં નિવાસ કરવાનું ઉચિત સમજતા નથી. ઉપાશ્રયમાં નિવાસ નિર્મોહભાવે કે મમત્વરહિત કરવામાં આવતાં સંયમસાધનાને માટે અનુકૂળ નીવડે છે. છતાં આવા ઉપાશ્રયમાં વસતાં પણ જેઓ દેષ માનતા હોય તેઓને માટે નિર્દોષ સ્થાન કુદરતી રીતે બનેલી ગુફાઓ કે વન-ઉપવન જ માત્ર છે, કારણકે મનુષ્યના કશા આરંભ સમારંભ વિના એવાં સ્થાન બનેલાં હોય છે, જ્યારે નગર કે ગામમાંનાં મકાનોમાં આરંભ–સમારંભ થએલે હોય છે, એટલે નગરમાં સમારંભ વિના બનેલું કુદરતી સ્થાન પ્રાયઃ દુર્લભ હોય છે. વિશુદ્ધ સ્થાન શોધ્યું હોય, મેળવ્યું હોય, તથાપિ તે પુનઃ અશુદ્ધ બની જાય છે, તેટલા માટે તેને વિશુદ્ધ રાખવા પણ યત્નવંત રહેવું જોઈએ. સંયમને બાધાકારક પ્રસંગો ન ઉપસ્થિત થાય, કિંવા મમત્વ, મેહ કે રાગનું ઉદ્દીપન ન થાય, તેટલા માટે ગ્રંથકારે એક જ મુખ્ય ચેતવણી વર્તમાન સમયને વાતાવરણનો વિચાર કરીને આપી છે, અને તે ચેતવણીને શાસ્ત્રકારને ટેકે પણ છે. તે ચેતવણી એ છે કે વ્યાખ્યાન કે કથાના પ્રસંગ સિવાય સાધુઓના નિવાસસ્થાનમાં તરૂણી સ્ત્રીઓએ કે સાધ્વીઓએ બહુ આવજા કરવી નહિ અને સાધ્વીઓના નિવાસસ્થાનમાં તેવા સમય સિવાય તરૂણ પુરૂષોએ કે ભિક્ષુઓએ ઉચિત કારણ વિના બહુ આવા કરવી નહિ.
દૃષ્ટાન્ત–એકદા એક વૃદ્ધ સંન્યાસી પિતાના એક જુવાન સંન્યાસી શિષ્ય સમેત એક ધર્મશાળામાં આવી પહોંચ્યા. ધર્મશાળાના રક્ષકે બેઉને પિતાના નિવાસના ખંડની બાજુએ જ આવેલા એક સ્વચ્છ અને સુંદર ખંડમાં ઉતરવાની રજા આપી એટલે બેઉએ ત્યાં મુકામ કર્યો. શિષ્ય
ગની શ્રેણી ઉપર સારી પેઠે ચડતો હતો, નિત્ય પ્રાણાયામાદિમાં સારી પેઠે સમય ગાળો હતો અને વિદ્યાભ્યાસમાં પણ ઠીક આગળ વધેલો હતો. શિષ્ય સત્કર્મશીલ હોઇને ગુરૂને તેની પ્રત્યે સંતોષ અને વત્સલ ભાવ હતો.