________________
૩૫ર કેવા પ્રકારનું નિવાસસ્થાન? જે સ્થાનક ગૃહસ્થોને માટે ધર્મધ્યાન કરવાના હેતુથી એક ગૃહ બંધાવ્યું હોય કે સંઘે મળીને બંધાવેલું હોય, પણ તે સ્થાનકમાં ભિક્ષાઓ નિર્મોહભાવે ઉતરે અને રહે તેમાં કાંઈ અનુચિતપણું નથી તેવા સ્થાનકમાં વસતાં પણ જેને દેષને સંભવ જણાતો હોય અને તદ્દન નિર્દોષ રહેવું હેય, તેમણે જંગલમાં કે ગુફા આદિ સ્થાનમાં જ રહેવું જોઈએ. ગામમાં. તેવું સ્થાન મળવું પ્રાયે દુર્લભ છે. (
૧૫) સાધુઓ ઉતરે ત્યાં સ્ત્રી આદિનું ગમનાગમન ન જોઈએ.
જે સ્થાનમાં ત્યાગીઓ-ભિક્ષુઓ ઉતર્યા હોય, તે સ્થાનમાં વ્યાખ્યાનના સમય વિના તરૂણીઓ અને સાધ્વીઓનું વધારે ગમનાગમન થાય. તે ઉચિત નથી; તેમજ જ્યાં સાધ્વીઓને નિવાસ હોય ત્યાં સભાસમય વિના પુરૂષોએ અને તરૂણ ભિક્ષુઓએ ખાસ કારણ વિના જવું નહિ. (૧૫૬)
વિવેચન–નિવાસસ્થાનક એ એક ત્યાગીને માટે સંયમનિર્વાહનું ઉપકરણ માત્ર છે, એટલે એ સ્થાનક એવું હોવું જોઈએ કે જે તેને સંયમસાધનાને માટે પૂરતું અનુકૂળ અથવા વિશુદ્ધ હોય. આટલા માટે સ્થાનના સંબંધમાં એષણયતાનાં લક્ષણ બોધતાં આચારાંગ સૂત્રમાં નો પાસ ઉજવવમાસ-નાવ–ધH-Tગોવિંતા, એ મુજબ કહ્યું છે. એટલે કે જે પ્રાજ્ઞ પુરૂષોને નીકળવા–પ્રવેશવામાં કે ધર્મવિચારણા કરવામાં અગવડભરેલું સ્થાન હોય તે ગ્રહણ કરવું નહિ. આ દષ્ટિપૂર્વક મુનિને માટે વિશુદ્ધ સ્થાન કયું? એવું સ્થાન મુનિએ કેવી રીતે લેવું? તેવા સ્થાનમાં વસીને તેને એષણીય જ રાખવા માટે કેમ વર્તવું ? અને તેવું સ્થાન જે ન જ પ્રાપ્ત થાય તે શું કરવું? આ બધા પ્રશ્નોની વિચારણા આ કેમાં કરવામાં આવી છે. પ્રથમ તો જે સ્થાન પિતાની સંયમસાધના માટે બાધક ન લાગે તેવું સ્થાન પસંદ કરવું અને તે સ્થાનના માલેકની તેમાં ઉતરવા માટે પરવાનગી લેવી. ભલેને, મુસાફરખાનાનો જ કઈ ખંડ હોય, પરંતુ તેના માલેક કે રખેવાળની પરવાનગી લેવી જ જોઈએ. આવા સ્થાનમાં જતાં આવતાં હિંસા કરવી પડતી ન હોય, કોઈને તકલીફ પડતી ન હોય, હિંસક