________________
-
૩પ૦
બરાબર હોઈ તેનો ત્યાગ કરવાનું કથન મુનિધર્મને બંધ બેસતું જ છે. લેકના ઉત્તરાર્ધમાં મુનિને માટે એષણય સ્થાનનું સંક્ષિપ્ત સૂચન છે, કે જ્યાં સ્ત્રી-પુરૂષોને નિવાસ ન હોય, તેમના સંગથી રહિત સ્થાન હોય, ત્યાં જ મુનિએ સ્વાધ્યાયાદિની સાધના માટે નિવાસ કરો. એવું સ્થાન ગામમાં હોય કે વનમાં હોય, તેની ચિંતા કર્યા વિના કેવળ વિશુદ્ધતાની દૃષ્ટિએ જ તેની પસંદગી કરવી.
દષ્ટાંત–આ પ્રસંગે હેમચંદ્રાચાર્યે વહોરેલા એક વસ્ત્રનું ઉદાહરણ યોગ્ય થઈ પડશે. એ આચાર્ય એક વાર સાંભર ગામમાં પધાર્યા હતા. ત્યાં ધનજી નામના એક નિર્ધન શ્રાવકે પિતાને સારૂ પિતાની સ્ત્રીએ કાંતેલા જાડા સૂતરમાંથી વણવેલું પાણકારૂં તેમને વહોરાવ્યું. આચાર્ય પાટણમાં આવ્યા ત્યારે રાજા કુમારપાળ વગેરે ૭૨ રાજાએ તેમના સકારાર્થે સામા આવ્યા, તેમણે જોયું કે આચાર્યો જાડી ખાદી ધારણ કરી છે. કુમારપાળે કહ્યું: “આપ મારા ગુરૂ છો. આપ આવું કપડું એાઢ એ તો મારે લાજી મરવા જેવું થાય.” આચાર્યો જવાબ આપતાં કહ્યુંઃ “તારા રાજ્યમાં તારા સ્વધર્મીઓ કંગાલ દશામાં માંડ માંડ પેટનું પૂરું કરે છે, તેમાં તું નથી લાજતે ? અમારે સાધુને શું? અમારે તો આવાં લુગડાંએ ક્યાંથી હોય? અમે તો જૂનાં ને ફાટયાં-તૂટયાં વસ્ત્રો પહેરીએ. અમારા શરીરની અમને ચિંતા નથી.” એ ઉપદેશથી કુમારપાળે ગરીબ વસતીનું સંકટ નિવારવા દર વર્ષે એક કરોડ સોનૈયા વાપરવાનું ઠરાવ્યું. (૧૫૩) ( [ સ્થાનૈષણાના સંક્ષિપ્ત સૂચનને હવે પછીના ત્રણ લોકમાં ગ્રંથકાર વિસ્તારથી સમજાવે છે. ]
स्थानैषणाविधिः ।१५४॥ स्थानस्याऽधिपतेर्जनस्य नितरामाज्ञां विनैकक्षण ।
स्थातुं नोचितमात्मनिष्ठितवतां स्थेयं नियोगे ततः॥