________________
૩૪૮
ભિક્ષા દિવસે ને દિવસે વાપરી લેવી. રાતે વાસી ન રાખવી. બે ગાઉ ઉપરાંતથી લાવેલી અને ત્રણ પહાર પહેલાંની ભિક્ષા સંયમીએ ન ભોગવવી. (૧૫)
વિવેચન–મહાત્મા ગાંધીજી કહે છે કે “અહિંસક પરિગ્રહ ન કરી - શકે. પરમાત્મા પરિગ્રહ કરતું નથી. તેને જોઈતી વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે, એટલે જે આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તે સમજીએ કે આપણને જોઇતી વસ્તુ તે રોજની રોજ આપે છે.” સ્વલ્પ પણ તૃષ્ણાનું પોષણ કરે તેનું નામ પરિગ્રહ, અને જે ત્યાગી–સંન્યાસીએ સંપૂર્ણ રીતે અપરિગ્રહી થવું હોય તો તેણે આહારના પદાર્થોને પણ સંગ્રહ ન કરવો ઘટે. તે તે તેણે રેજ પ્રાપ્ત કરીને રોજ વાપરી નાંખવા જોઈએ. આહારાદિમાં પણ પરિગ્રહબુદ્ધિ ન બંધાઈ જાય, તેટલા માટે આ શ્લોકમાં કહ્યું છે કે એક ટંક કે એક દિવસને માટે જેટલું જોઈએ તેટલે જ વિશુદ્ધ આહાર મુનિએ અનેક ગૃહોમાંથી એકત્ર કરવો જોઈએ, તે ને તે જ દિવસે તેનો ઉપયોગ કરી નાંખવું જોઈએ, અને રાત્રે વાસી પણ ન રાખો જોઈએ કે જેથી રાત્રિપૂરતો પણ આહારનો સંગ્રહ થવા પામે નહિ. રાંધેલા ખોરાક અમુક સમય પછી બગડી જાય અને તેમાં વિકાર કે જંતુ ઉત્પન્ન થાય, તેટલા માટે બે ગાઉથી વધારે અંતર પરથી લાવેલ કે ત્રણ પહેર પહેલાં વહોરેલો આહાર આરોગો નહિ એવું સૂચન પણ તેમાં સમારેલું છે. આ અસંગ્રાહક વૃત્તિ કિંવા નિષ્પરિગ્રહી દશા કેટલી ઉચ્ચ પ્રકારની છે, તે મહાત્મા ગાંધીજીના વધુ શબ્દોથી સમજાય તેમ છે. તે કહે છે કે “આદર્શ -આત્યંતિક અપરિગ્રહ તે મનથી અને કર્મથી જે દિગંબર છે તેને જ હોય; એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્ર વિનાનો અને અન્ન વિનાને વિચરશે; અન્ન તે તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે.”
ક્યાં આવી આદર્શ અસંગ્રાહકતા અને ક્યાં ભગવાનને ભોગ ધરાવવાના નિમિત્તથી સંગ્રહ કરી બેઠેલા મઠાધિપતિઓ અને કહેવાતા સંતો (૧પર)
[ નીચેના લેકમાં વસ્ત્ર અને સ્થાન ગ્રહણને વિધિ સંક્ષેપમાં સમજાવ્યો છે.]