________________
૨૮૨ વૈરાગ્ય પ્રકટે છે. એ ખરેખર જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, છતાં તે “માનવૈરાગ્ય છે-ક્ષણિક છે અને મનઃપ્રદેશ ઉપર તેની અસર માત્ર ક્ષણજીવી રહે છે. શમશાનની બહાર નીકળ્યા, ઘેર ગયા, અને પુનઃ ધંધા-વ્યાપારને સ્થાને જઈ પહોંચ્યા કે તુરત શ્મશાનનું વૈરાગ્ય સેંકડે ગાઉ દૂર નાસી ગએલું લાગે છે ! આ ક્ષણિક વૈરાગ્યથી યોગ કહેતાં સંયમનો નિર્વાહ થતો નથી. આટલા માટે વૈરાગ્ય પરિપક્વ દશામાં આવવું જોઈએ અને વૈરાગ્યના પરિપાક માટે મુમુક્ષુએ કેટલોક ઉદ્યમ કરવો જોઈએ. ઉઘમ શ કરવો ? ગ્રંથકાર કહે છે કે-સત્સંગમાં રહેવું, વૈરાગ્યની ધર્મકથા સાંભળવી, એકાન્તમાં સ્થિતિ કરવી, સ્વાધ્યાય, ચિંતન-મનન કરવું, અને યથાયોગ્ય તપ વડે કરીને વૈરાગ્યને પરિપકવ બનાવવું. (૧૨૩)
[ આવા ઉદ્યમ વડે વૈરાગ્યનું સેવન જેણે કર્યું હોય એવા મુમુક્ષુનું વૈરાવ્ય પરિપકવ કયારે થયું કહેવાય? આ પરિપકવતાનું મા૫ ગ્રંથકાર નીચેના શ્લોકમાં દર્શાવે છે.]
રાપરા | રર | चित्तं यस्य न चञ्चलं विकृतिमद् दृष्ट्वाऽपि देवाङ्गना। श्रुत्वा कण्टकतुल्यशत्रुवचनं क्षुभ्येन्न यन्मानसम् ॥ धैर्य मुञ्चति नो मनाग् बहुजनैर्यष्ट्या च यस्ताडितोज्ञेया तत्परिपक्वता सहृदयैरेतः शुभैर्लक्षणैः ॥
- વૈરાગ્યની પરીક્ષા. ભાવાર્થ–દેવાંગના અથવા તેના જેવી સ્વરૂપવતી તરૂણીને જોઇને પણ જેની ચિત્તવૃત્તિ વિકૃત થઈ ચંચળ ન થાય, શત્રુનાં કંટક જેવાં કર્કશ વચનો સાંભળીને પણ જેનું મન જરાએ ક્ષોભ ન પામે, ઘણું માણસે લાકડીઓ લઈ માર મારે તોપણ જે ધીરજને ન છોડે, તેનું વૈરાગ્ય પરિપકવ થયું છે એમ સમજવું અને એવાં શુભ લક્ષણોવાળો મનુષ્ય સાચો મુમુક્ષ છે એવું સહૃદય જનોએ સમજી લેવું. (૧૨૪)