________________
૩૧૪
મમત્વ, બેઉ આત્માને બંધનકારક તે છે જ. જ્યાં સુધી પ્રત્યેક વસ્તુમાં નિર્મમત્વ બુદ્ધિ થતી નથી, ત્યાં સુધી વાસના છૂટવા પામતી નથી. આવી સમજણ ઉત્પન્ન થતાં જ તેણે સત્વર બધા પરિગ્રહનો ત્યાગ કરીને આત્મશાતિ પ્રાપ્ત કરી. (૧૩૬)
[ મહાવ્રતે પૂરાં થતાં હવે અન્ય પાપસ્થાનકોના ત્યાગ વિષેની મુનિની પ્રતિજ્ઞા વિષે ગ્રંથકાર કથન કરે છે.]
શોધમાનપરિપ્રતિજ્ઞા શરૂ૭ कुया नो मनसाऽपि कोपमरिषु प्राणापहारिष्वपि। सूरिस्कन्धकशिष्यवत् समतया क्षान्ति विदध्यां पराम्। देवेन्द्रेण च चक्रिणाऽपि बहुशस्तोष्ट्रय्यमानोऽप्यहं । गर्व नैव वहेयमल्पमपि मदेहावसानावधिम् ॥
ક્રોધ-માન-ત્યાગની પ્રતિજ્ઞા. ભાવાથ–ગમે તે શત્રુ માર માર કરતો પ્રાણ લેવા આવશે. તો પણ તેને પ્રત્યે મનથી પણ ક્રોધ નહિ કરું, કિન્તુ અંધક સરિના પાંચસે શિષ્યોએ જેવી ક્ષમાં રાખી તેવી રીતે સમભાવ રાખીને હું પણ પરમ ક્ષમા રાખીશ. દેવેંદ્ર કે ચક્રવતી જેવા આવીને અનેક પ્રકારે સ્તુતિ કરે તેપણ લેશ માત્ર ગર્વ_અભિમાન નહિ કરું. જ્યાં સુધી આ દેહ રહેશે, ત્યાં સુધી એ પ્રતિજ્ઞા પાળીશ. (૧૩૭)
વિવેચનક્રોધરૂપી ચાંડાલને ત્યાગ કરવો અને ક્ષમારૂપી અને ધારણ કરવું, એટલું જ નહિ પણ પ્રાણ જવાનો પ્રસંગ આવે તો પણ મુનિએ શત્ર ઉપર ક્રોધ ન કરવો એવી પ્રતિજ્ઞા આ લોકના પૂર્વાર્ધમાં રહેલી છે, અને તેને માટે અંધક મુનિના શિષ્યોને અક્રોધ કિંવા ક્ષમાને આદર્શરૂપે મૂકી છે. ક્રોધી મનુષ્યના ક્રોધને સામા કે ધવડે જીતી શકાતો નથી પરંતુ ક્ષમારૂપી ખડ્ઝ વડે જીતી શકાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ મુનિએ ક્રોધની સામે ક્રોધ ન કરવાનું કહ્યું છે –