________________
यद्यद्धर्मसहायकोपकरणं गात्रं च पात्रादिकं । लेशेनापि न तत्र लोभममतां कुया समैः कोटिभिः॥
પરિગ્રહત્યાગની પ્રતિજ્ઞા. ભાવાર્થ–-ક્ષેત્ર, ઘર, સોનું, રૂપું, ધન, ધાન્ય, કુટુંબ પરિવાર, હાથી, ઘેડા આદિ સઘળા પરિગ્રહને મેં ત્યાગ કર્યો છે, તે પરિગ્રહની હવે કદી પણ ઈચ્છા નહિ કરું, નહિ કરાવું, કરતાને નહિ અનુમધું. વળી જે જે ધર્મમાં સહાય કરનાર વસ્ત્ર પાત્ર શરીર વગેરે ઉપકરણ શાસ્ત્રમાં કહ્યા. પ્રમાણે રાખવાની જરૂર પડે તે રાખીશ, પણ તેમાંએ લેશ માત્ર લેભ કે મમતા-મૂછ નવ કોટિએ કરી નહિ રાખું. (૧૩૬)
વિવેચન–સંસારનાં સુખોપભોગ તથા તેનાં સાધને ત્યજીને-તે ઉપરનો મેહ તથા મમતા છોડીને સાધુ-મુનિ થવા છતાં એ દશામાએ પૂર્વની ઋદ્ધિ સમૃદ્ધિમાં મમત્વ ઉત્પન્ન થાય, તેટલા માટે અને સાધુદશામાં - જે દેહનિર્વાહ તથા સંયમનિર્વાહ માટેનાં સાધનો હોય તેમાં લોભબુદ્ધિ કે મમતા ન જાગે, તે માટેની આ નિષ્પરિગ્રહ પ્રતિજ્ઞા છે. આચારાંગ સૂત્રમાં આ પ્રતિજ્ઞાના નિર્વાહ માટે નાક, કાન, આંખ, જિહવા અને ત્વચા એ પાંચ ઇકિયેના વિષયને સંયમ કરવાની સૂચના કરેલી છે અને તે યથાર્થ છે, કારણકે ઈકિધારા જ ચિત્ત આસક્ત થાય છે અને આસક્તિને લીધે પરિગ્રહની ઈચ્છા ઉદ્દભવે છે. કહ્યું છે કે
दधति तावदमी विषयाः सुखं । स्फुरति यावदियं हृदि मूढता॥ मनसि तत्वविदां तु विवेचके।
क्व विषयाः क्व सुखं क्व परिग्रहाः ॥ અર્થાત–જ્યાંસુધી હૃદયમાં મૂઢતા હુરે છે, ત્યાં સુધી ઇકિયેના વિષયે મનુષ્યોને સુખ આપે છે, પરંતુ તત્ત્વવેત્તાઓ અને સારાસારના વિવેચકોને મન તો એ ઈકિયેના વિષયો તે વિષયસુખો કે પરિગ્રહો બધુંએ કશા લેખામાં નથી. તાત્પર્ય એ છે કે નિષ્પરિગ્રહી થવાને માટે