________________
૩ર૩
જમનાવિકિ: ૨૪૨ | गन्तव्यं न विना प्रयोजनमथो चारित्रिणा यत्क्वचित् । स्वस्थाने निजयोगसाधनविधौ स्थेयं त्रिधा गुप्तिभिः॥ आहारादिनिमित्तके तु गमने प्राप्ते समित्याऽनया। गच्छेन्निम्नदृशा धरां युगमितां सम्यग निरीक्ष्याऽग्रतः॥
વિષિામનીષા શરૂ मार्गे दृष्टिमितस्ततो भ्रमयतो दोषा इमेऽनेकशः । षटकायाङ्गिविराधना पथि ततः सञ्जायतेऽसंयमः॥ लेपः स्याच्छकृदादिकस्य चरणे सर्पादिदंशोऽथवा। सम्मर्देऽभिमुखागतस्य पतनं स्यान्मस्तकस्फोटनम् ॥
ઇર્ષા સમિતિગમનવિધિ. ભાવાર્થ-દીક્ષિત–ચારિત્રવાન મુનિએ પ્રયોજન વિના ક્યાંય પણ જવું નહિ. માત્ર પોતાનું સ્થાન હોય ત્યાં જ યોગસાધનના વિધિમાં મન વચન અને કાયાને પાપથી ગોપવી ત્રણ ગુપ્તિએ કરી સ્થિર રહેવું જોઈએ.
જ્યારે આહારાદિ લેવાને માટે ગામમાં જવાની જરૂર પડે, ત્યારે ઇર્યાસમિતિ સાધતાં, દષ્ટિ નીચી રાખીને ધંસરા પ્રમાણે આગલી જમીનનું સારી રીતે નિરીક્ષણ કરતાં રસ્તામાં ચાલવું. (૧૪૨)
અવિધિએ ગમન કરવાથી થતા દો, રસ્તે ચાલતાં ઇસમિતિ શોધ્યા વિના ચારે કોરે દૃષ્ટિ ફેરવતાં ચાલવાથી અનેક પ્રકારના દોષોને અવકાશ મળે છે. પ્રથમ તો માર્ગમાં છ કાયમાંને કોઈ પણ કાર્યને જીવ હોય તેની ઉપર પગ આવવાથી તેની વિરાધના થાય અને તેમ થવાથી સંયમ ઉડી જતાં અસંયમનો ઉદ્ભવ થાય છે. છાણ કે વિષ્ટા ઉપર પગ આવતાં પગ ખરડાય છે. સર્પ કે વીંછી જેવા ઝેરી