________________
૩૩૫
તે તેમની સમિતિહીન ભાષાના પ્રમાણમાં તેમને ઘણું એાછી ધૂળ સજા થઈ લેખાય. (૧૪૫–૧૪૬) [ હવે ત્યાગી-મુનિની ત્રીજી એષણે સમિતિ વિષે ગ્રંથકાર કર્થ છે.]
મિક્ષાવિ ૨૪૭ देहः संयमसाधनाय यमिना संरक्षणीयः स्वयं। तद्रक्षाऽशनमन्तरा भवति नो प्राप्यं कथं तद्भवेत् ॥
आरम्भेण परिग्रहेण पचनं योग्य न वा पाचनं । भिवोत्तमजीविकाऽस्ति यमिनांशुद्धासमित्याश्रिता॥
એષણ સમિતિ-ભિક્ષા. ભાવાથ–સંયમીને સંયમસાધના માટે દેહનું રક્ષણ કરવું પડે છે. દેહનું રક્ષણ ખોરાક વિના થઈ શકતું નથી, તો તેણે ખોરાક કેવી રીતે મેળવવો? તેઓ રસોઈ તો કરી-કરાવી શકે નહિ કારણકે તેથી છકાયના જવાનો આરંભ થાય છે અને પરિગ્રહ વિના ચાલી શકતું નથી. આ બન્ને દોષોનો સંભવ હોવાથી તેઓને માટે પચન કે પાચન ચગ્ય નથી, કિન્તુ સંયમને માટે શુદ્ધ ભિક્ષા જ ઉત્તમ જીવિકા છે; અને ભિક્ષા પણ સમિતિઆશ્રિત હોય તો જ શુદ્ધ લેખાય. (૧૪૭)
વિવેચન –ત્યાગી–સંન્યાસીને માટે સ્વદેહ કેવળ ધર્માર્થે જ સંરક્ષણીય છે અને તેનો ધર્મ સંયમસાધના સિવાય બીજો કશે નથી, એટલે સંયમા દેહનું રક્ષણ તેણે કરવું જોઈએ. દેહના રક્ષણ માટે ખોરાક, ઢાંકણ માટે વસ્ત્ર અને નિવાસ માટે સ્થાન એટલાં વાનાં જોઇએ અને તે કેવી રીતે પ્રાપ્ત કરવાં તે તેને માટે એક મહત્ત્વનો પ્રશ્ન છે. અહીં માત્ર રાકની વાત કહેવામાં આવે છે. તેણે ખોરાક કેવી રીતે મેળવવો? જે તે રસોઈ કરે કે કરાવે તે તેની પાસે પૈસા જોઈએ, પૈસા માટે તેણે ઉદ્યમ કરવો જોઈએ અને પરિગ્રહયુક્ત દશામાં મુકાવું જોઈએ. અકિંચન દશાના નિર્વાહ માટે ધનપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ વડે અન્નપ્રાપ્તિ અયોગ્ય છે. એ પ્રકારને