________________
૩૪
ફાંસી મળે છે, તે વધારે ભયંકર મુખદર્શને આપનું કે મારું તે હવે આપ જ કહે.” આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયો અને તેણે ચક્રદત્તને કહ્યું કે : “તારું મુખ જેવાથી આખો દિવસ ભોજન મળે નહિ એવું સાસુદ્રિક વિદ્યાને આધારે જૈન મુનિ પણ કહે છે.” હાજરજવાબી બ્રાહ્મણ બોલ્યો : “એ જ મુનિ પિતાની વિદ્યાને આધારે કહે છે કે આપનું મુખ પ્રભાતે જોનારનો અકાળે ઘાત થાય છે, અને એ રીતે આપને પરમ ચાંડાલ ઠરાવવાને જ એ મુનિએ એમ કહ્યું હોવું જોઈએ.” આ સાંભળીને રાજા વિફર્યો અને તેણે ચક્રદતને ક્ષમા આપી, પણ મુનિને એકદમ નગરમાંથી ચાલ્યા જવાનું ફરમાવ્યું.
આ દષ્ટાંતમાં મુનિને ભાષાદેષને કિંવા સમિતિહીન વાણીને વિચાર કરીએ. બ્રાહ્મણની મુખરેવાઓ ઉપરથી તેના ફળ વિષેનું નિશ્ચયયુક્ત વચન ઉચ્ચારવામાં જ મુનિએ અસમિતિનો દોષ કર્યો હતો. પિતાના સામુદ્રિક વિદ્યાના જ્ઞાનને આધારે અને પિતાને તે દિવસે ભોજન મળ્યું નહિ એવા અનુભવે કરીને મુનિને પોતાનો અભિપ્રાય સત્યયુક્ત લાગ્યો હતો, છતાં ભવિષ્યકાળનો અગમ્ય ભેદ પારખવાને અને બ્રાહ્મણના તથા તેનું મુખ જોનારના કર્મબંધને જાણવાને મુનિ અશક્ત હતા કારણકે તે કેવળજ્ઞાની નહોતા, એટલે એ પ્રકારનું નિશ્ચયયુક્ત વચન ઉચ્ચારવાનો તેમને અધિકાર નહોતે. સંઘપતિ સાથે એ જ બ્રાહ્મણ સંબંધે વાતચીતનો પ્રસંગે ઉપસ્થિત થયો હતો, એટલે તેમની વાણુ અવસર વિનાની નહોતી, છતાં અવસરે પણ કોઇની મહેદક કે કોઈનું અહિત થાય તેવી કિંવા કોઈને રહસ્યને ખુલ્લું કરનારી વાણું તેમણે કહેવી જોઈતી નહોતી અને તે તેમણે કહી તેથી બ્રાહ્મણને અપાર કષ્ટ પડયું, તેનું જીવન જવાનો પ્રસંગ આવી પહોંચ્યો, અને જે તેણે યુક્તિપુર:સર પિતાનો બચાવ ન કર્યો હોત તો કદાચ તેને ઘાત પણ થઈ ગયા હતા. બાકી કર્કશ વચનનો પ્રત્યાઘાત તો તેથી વધુ કર્કશ વાણીમાં પડે છે, એટલે બ્રાહ્મણે વાણકારા કરેલા પ્રત્યાઘાતથી મનિ રાજાના રોષનો ભોગ થઈ પડ્યા અને તેમને નગર છોડવું પડ્યું તે