________________
૩૩૮
અયોગ્ય સમયે ગ્રહણ કરેલી લેખાય. આ જ કારણથી મનુ સંન્યાસીઓને એવું ફરમાવે છે કે–
विधूमे सन्नमुसले व्यङ्गारे भुक्तवजने।
वृत्ते शरावसंपाते भिक्षां नित्यं यतिश्चरेत् ॥
અર્થાત–રસોઇને ધુમાડો નીકળતું બંધ થયો હોય, ખાંડવાનું વગેરે બંધ થયું હોય, સર્વ ભોજન કરી રહ્યા હોય, રસોઈનાં વાસણ માંજી ઠેકાણે પાડ્યાં હોય ત્યારે યતિએ ભિક્ષાર્થે જવું.
આ વિધિનું સૂચન એટલા માટે છે કે ત્યાગીને ભિક્ષા નિર્દોષ મળે. ગૃહસ્થોએ ખાતાં જે રસોઈ વધી હોય તેમાંથી જ ભિક્ષા મળે અને ગૃહ
ને ભૂખ્યા રહેવું ન પડે કિવા રસોઈને સમારંભ ફરીથી આદરવો ન પડે.
જે ક્ષણે એવો શબ્દપ્રયોગ ગ્રંથકારે કર્યો છે તેને હેતુ એ જ છે કે ભિક્ષા આપનારને સંકેચ ઉત્પન્ન ન થાય અને ભિક્ષુકની ભિક્ષા ગૃહસ્થને ભાર રૂપ ન લાગે. વળી સાધુએ ખોરાક અને પાણી પ્રાશુક એટલે અચિત્ત તથા એષણીય એટલે નિર્દોષ લેવાં જોઈએ. દોષિત ભોજન કયું? ગ્રંથકારે સંક્ષેપાથે એ બધા દોષનું વિવેચન કર્યું નથી. સાધુને અર્થે તૈયાર કરવામાં આવેલે ખોરાક એ અપ્રાશુક અને દોષિત છે, એટલે ગૃહસ્થોએ પિતાને માટે જે ખોરાક તૈયાર કર્યો હોય તેમાંથી અને તેમને સંકોચ ન પડે તેટલો રાક ગ્રહણ કરે તે જ પ્રાશુક તથા નિર્દોષ છે. પરંતુ આ તો માત્ર પહેલા જ દેશની વાત થઈ. અન્યોષાતિમ્ ભોજન પણ સાધુ ન લે.
सप्तचत्वारिंशता यद्दोषैरशनमुज्झितम् ॥ भोक्तव्यं धर्मयात्रायै सैषणासमितिर्भवेत् ॥
અર્થાત–૪૭ દોષરહિત આહાર ધર્મયાત્રાને માટે વાપરવો તે પણ સમિતિ કહેવાય છે. આ ૪૭ દેશમાંના ૧૬ દોષ આહાર આપનારથી ઉત્પન્ન થાય છે, ૧૬ દોષ આહાર ગ્રહણ કરનાર મુનિ આશ્રિત છે, ૧૦ દોષ આહાર ગ્રહણ કરવાના કાર્યમાં અને પ દોષ મળેલી વસ્તુઓનો ઉપભોગ કરવામાં રહેલા છે. (૧) સાધુ માટે તૈયાર કરેલે આહાર આપે તે આધાકમી દોષ,