________________
૩૧૧
સચમરૂપ બીજની ઉત્પત્તિ.
ભાવા તથા વિવેચન—પૂર્વ પ્રકરણમાં જે પ્રતિજ્ઞાએાના ઉલ્લેખ કરવા આવ્યેા છે તે પ્રતિજ્ઞાઓના પાલન-પાષણ માટે એક ત્યાગીએ જે આચારાદિ આચરવાં જોઈએ તેનું કથન ગ્રંથકાર આ પ્રકરણમાં આવશ્યક લેખે છે. પ્રતિજ્ઞા એ તે માત્ર સંયમનું પવિત્ર બીજ છે; હૃદયભૂમિમાં વાવેલા એ ખીજનું વૃક્ષ અને ફળ તે। ત્યારે જથાય કે જ્યારે તેની ઉપર આચારવિચાર રૂપી જળનું સિંચન કરવામાં આવે; જો તેમ કરવામાં ન આવેતેા યેાગ્ય સમયે એ ખીજ જમીનમાંથી અકુર રૂપે ફૂટી ન નીકળતાં કેવળ સડી જાય છે. આ સિંચન કરવાનું જળ પણ પવિત્ર હેાવુ જોઈએ-ક્ષારાદિથી મિશ્રિત થએલુ નહિ; તેમ એ પ્રતિજ્ઞાના નિર્વાહ માટે ગુરૂએ આપેલા શિક્ષણરૂપી જળનું તેની ઉપર સિંચન કરવું જોઈ એ. કુશિષ્યનું એક એવુ લક્ષણ છે કે ગુરૂએ આપેલું શિક્ષણ અને ઉપદેશ એક કાને સાંભળીને બીજે કાને કાઢી નાંખે છે; આટલા માટે ગ્રંથકાર કહે છે તેમ અભ્યાસરૂપી ક્યારા વડે એ ગુરૂદત્ત શિક્ષણજળને જાળવી રાખવું જોઇએ કે જેથી એ જળ ખીજમાં ઉતરીને ખીજને અંરિત તથા પવિત કરે. તે પલ્લવિત થયા પછી પણ તેનું સતત રક્ષણ કરવું જોઇએ કારણકે તે અંકુર મજબૂત મૂળ નાંખે, તેનું થડ જામે, શાખાએ ફુટે અને તે રીતે વૃક્ષ થયા પછી તેને અભીષ્ટ મેક્ષ રૂપ ફળ આવે. તે ફળને અર્થે જ સંયમબીજ વાવવામાં આવેલું હેાય છે. જન ધ શાસ્ત્ર કહે છે કે—
पणिहाण जोगजुत्तो पंचहिं समिईहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो अठ्ठविहो होइ नायव्वो ॥
અર્થાત્—પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, એ પ્રમાણે પ્રણિધાનયેાગથી યુક્ત એવા ચારિત્રાચાર આઠ પ્રકારના છે. આ જ આચારધર્મ આ પ્રકરણમાં વિસ્તારપૂર્વક વર્ણવવાના ગ્રંથકારના સંકલ્પ છે. ( ૧૪૧ )
[ પાંચ સમિતિમાં પહેલી ઈ*સમિતિ અથવા ગમનવિધિ વિષે ગ્ર ંથકાર નીચે એ શ્લાકમાં નિવેદન કરે છે.]