________________
૩૪ જીવો ઉપર પગ આવતાં તે ઝેરી જીવો કરડે છે તો તેથી મૃત્યુ નીપજે છે. સામે આવતા માણસની સાથે અથડામણ થતાં પડી જવાય છે, અથવા તે બેમાંથી એકનું માથું ફૂટે છે. આવા અનેક દોષનો સંભવ છે. (૧૪૩)
વિવેચન–ઈર્યા એટલે ગતિ અને સમિતિ એટલે સંયમ-નિયમ વડે યુકત કરવાની ક્રિયા. ગમનને સંયત કરવું એ ઈર્ષા સમિતિ અથવા ગમનવિધિ. આંખો મીંચીને ચાલવું નહિ પણ જોઈ વિચારીને માર્ગમાં ડગલાં ભરવાં, તે તે દરેક દૃષ્ટિવાળા પ્રાણીને સામાન્ય ધર્મ છે.
એ સામાન્ય ધર્મ નહિ બજાવનારને પોતાને જ અનેક વિધો અને હરકતો વેઠવી પડે છે, એટલે દષ્ટિવાળું પ્રાણું માર્ગ જોઈને તે ચાલે છે જ. પરંતુ એક સાધુ-મુનિને માટે જે ગમનવિધિ અથવા ઈ સમિતિ આવશ્યક છે તે માર્ગ જોઇને ચાલવાના સામાન્ય ધર્મ કરતાં વિશિષ્ટ પ્રકારની છે. અવિધિએ ચાલવાથી થતા દે વિષે અહીં કહેવામાં આવ્યું છે કે બરાબર ધ્યાન રાખીને ન ચાલીએ તે. પગ છાણ–વિષ્ટાદિથી ખરડાય, સાપ-વીંછુ જેવાં જતુઓ ડંખે, અથવા તો કોઈની સાથે અથડાઈએ તો આપણું કે સામાનું માથું ફેડીએઃ આ તો. ચાલનારને પિતાને દેહથી થતા ગેરલાભની સામાન્ય વાત થઈ. પરંતુ અવિચારે કે અયતનાપૂર્વક ચાલવાથી માર્ગમાંના છકાયના જીવો કચડાય અને સંચમીને અસંયમને દેષ લાગે, કારણકે જે હિંસાનું નિવારણ કરી શકાય તેમ હોય છે તે હિંસા ચાલવાના સ્વલ્પ પ્રમાદથી થાય છે અને દોષ લાગે. છે. એટલા માટે આમ-તેમ જોતાં ચાલવું જોઈએ નહિ, પરંતુ યતનાપૂર્વક ચાલવું જોઈએ. માર્ગે ચાલવાની યતના કેવી હોવી જોઈએ?
युगमात्रावलोकिन्या दृष्ट्या सूर्याशुभासिते ।
पथि यत्नेन गंतव्यमितीर्यासमितिर्भवेत् ॥ અર્થાત–ગાડાની ધૂસરી પ્રમાણ આગળના ભાગમાં જોનારી દષ્ટિથી સૂર્યનાં કિરણોથી પ્રકાશમાન માર્ગ ઉપર યત્નપૂર્વક ચાલવું તે ઈર્ષા સમિતિ કહેવાય..
ધરાંશુમતાં સભ્ય નિરીતઃ એ શબ્દો વડે ગ્રંથકાર એ જ યતનાનું સમર્થન કરે છે. દિવસે જ ગમન કરવું–રાત્રિએ ન કરવું એ કાળવિચારણા